- પીએમ મોદી આજે આસિયાન-ભારત સમ્મેલનને સંબોધિત કરશે
- ખાસ મુદ્દાઓ પર થશે ચર્ચા
દિલ્હીઃ- દેશના પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી આજરોજ ગુરુવારે 18મી આસિયાન-ભારત સમિટને વીડિયો લિંક દ્વારા સંબોધિત કરશે. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરવામાં આવશે. આ સાથે કોરોનાની સ્થિતિ બાદ આર્થિક સુધારાને કારણે વેપાર અને રોકાણના ક્ષેત્રમાં થયેલી પ્રગતિની ચર્ચા કરવામાં આવશે.
આ 18મી આસિયાન-ભારત સમિટ કોરોનાવાયરસ મહામારીમાં, આંતરરાષ્ટ્રીય વિકાસ, વ્યવસાયો અને અન્ય મુદ્દાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સાથે જ કોન્ફરન્સ વ્યૂહાત્મક ભાગીદારીની સ્થિતિની પણ સમીક્ષા કરાશે.
આ સમિટમાં આરોગ્ય, વેપાર અને વાણિજ્ય, કનેક્ટિવિટી અને શિક્ષણ અને સંસ્કૃતિ સહિતના મુખ્ય ક્ષેત્રોમાં થયેલી પ્રગતિની ચર્ચા કરશે. કોરોના મહામારી બાદ આર્થિક પુનઃપ્રાપ્તિ સહિત મહત્વપૂર્ણ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર પણ વિચાર મંથન થશે.
આ બાબતને લઈને પીએમઓએ કહ્યું કે દર વર્ષે આસિયાન-ઈન્ડિયા સમિટ યોજાય છે અને તેના દ્વારા ભારત અને આસિયાનને ઉચ્ચ સ્તરે જોડવાની ખાસ તક મળે છે. પીએમ મોદીએ નવેમ્બર 2020માં આયોજિત 17મી આસિયાન-ઈન્ડિયા સમિટમાં પણ ભઆગ લીધો હતો.
પીએમઓએ માહિતી આપી હતી કે આસિયાન-ભારત વ્યૂહાત્મક ભાગીદારી ભૌગોલિક, ઐતિહાસિક અને સભ્યતાના સંબંધોના મજબૂત પાયા પર સ્થાયિ છે. આસિયાન એ અમારી એક્ટ ઈસ્ટ નીતિ અને ઈન્ડો-પેસિફિકના અમારા વ્યાપક વિઝનમાં મહત્વપૂર્ણ છે. 2022 આસિયાન-ભારત સંબંધોના 30 વર્ષ પૂરા કરશે.