પીએમ મોદી આજે 11 વાગ્યે રેડીયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્રારા દેશવાસીઓને સંબોઘિત કરશે – G 20 બાબતે થઈ શકે છે ચર્ચા
- પીએમ મોદી કરશે મન કી બાત
- આજે આ કાર્યક્રમનો 98મો એપિસોડ રિલીઝ થશે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત લોકો સાથે સંપર્કમાં રહે છે આ સાથે જ તેઓ જનતાના પડખે રહીને તેમની વાતો અને વ્યથા સાંભળે પણ છે આ સહીત તેઓ દર મહિનાના છેલ્લા રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો થકી દેશવાસીઓને સંબોધિત કરે છે.
આજે 11 વાગ્યે પીએમ મોદીનો મન કી બાત કાર્યક્રમનો 98મો એપિસોડ રેડિયો પર પ્રસારિત થવા નો છે PM મોદી આજે દેશને સંબોધિત કરશે. અને બે દાયકામાં પ્રથમ વખત ડેનિશ રાજવી પરિવાર આજે ભારતની મુલાકાતે છે,રેડિયો પર મન કી બાત કાર્યક્રનું પઠન તમામ બુથ પર ભાજપ દ્વારા કરવામાં આવશે.
મન કી બાતનો આ 98મો એપિસોડ હશે. હોળીનો પર્વ આવતા મહિને 8મી માર્ચે છે. પીએમ મોદી આ વખતે હોળીના તહેવારને લઈને ચર્ચા કરી શકે તેવી સંભાવનાઓ છે. આ સિવાય દેશમાં યોજાનારી G20 સમિટની તૈયારીઓ વિશે પણ વાત કરી શકે છે જી 20ની અધ્યક્ષતા ભાપરત કરી રહ્યું છે તો પીએમ મોદીની વાતનો મુદ્દો આ હોય શકે છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષના પ્રથમ મન કી બાત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ’નવા ભારત’ની પ્રગતિની ગાથા દેશવાસીઓ સાથે શેર કરી હતી અને ન્યુ ઈન્ડિયા અંતર્ગત દેશમાં થઈ રહેલા વિકાસ કાર્યો વિશે પણ વાત કરી હતી.