1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PM મોદી લીમખેડા, દાહોદ અને પંચમહાલની સંયુક્ત ચૂંટણી સભાને સંબોધશે, ભાજપે શરૂ કરી તૈયારી
PM મોદી લીમખેડા, દાહોદ અને પંચમહાલની સંયુક્ત ચૂંટણી સભાને સંબોધશે, ભાજપે શરૂ કરી તૈયારી

PM મોદી લીમખેડા, દાહોદ અને પંચમહાલની સંયુક્ત ચૂંટણી સભાને સંબોધશે, ભાજપે શરૂ કરી તૈયારી

0
Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની 7મી મેના રોજ યોજાનારી ચૂંટણી માટે રાજકીય પક્ષો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. અને મતદારોને રીઝવવા માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપએ રણનીતિ અપનાવીને ચૂંટણી પહેલા જ સુરતની બેઠક બિન હરિફ મેળવી લીધી છે. મતદાનના દિવસને હવે પખવાડિયોનો સમય બાકી રહ્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના ચૂંટણી પ્રચાર માટે 29મી એપ્રિલથી 3જી મે દરમિયાન ગુજરાતની મુલાકાતે આવશે. જેમાં લીમખેડામાં પંચમહાલ. લીમખેડા અને દોહાદ બેઠકની સંયુક્ત ચૂંટણી સભાને સંબોધશે. જિલ્લા ભાજપની નેતાગીરીને પીએમની ચૂંટણી સભા માટેની જાણ કરી દેવામાં આવી હોવાથી જેના આયોજનના ભાગ રુપે દાહોદ જિલ્લા ભાજપના નેતાઓ દ્વારા લીમખેડા ભાજપ કાર્યાલય ખાતે બેઠક યોજી હતી, અને પીએમ મોદીના કાર્યક્રમને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે. આ બેઠકમા જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયાર, સાસંદ અને દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જશવંતસિંહ ભાભોર સહિત જિલ્લા ભાજપ સંગઠનના મહાનુભાવો હાજર રહ્યા હતા.

પ્રદેશ ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી એપ્રિલથી 3જી મે દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ગુજરાતની મુલાકાતે આવે તેવી શક્યતા છે. વડાપ્રધાન મોદીની સભામાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શકે તે માટે ભાજપના જિલ્લા નેતાઓને જાણ કરી દેવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લીમખેડા ખાતે આઠ વર્ષ પહેલા 17મી સપ્ટેમ્બર 2016 ના રોજ તેમના 67 માં જન્મદિન નિમિત્તે આવ્યા હતા અને હવે આઠ વર્ષ બાદ નરેન્દ્ર મોદી લીમખેડાની ધરતી પર આવવાના છે ત્યારે મોદીના આગમનની તૈયારીઓ તેજ કરી દેવામા આવી છે. દાહોદ લોકસભા બેઠક પર છેલ્લા બે ટર્મ થી ભાજપની જીત થઈ છે, પરંતુ દાહોદ જિલ્લામા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ગ્રાફ ઘટતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનથી ભાજપથી વિખુટા પડેલા મતોને પરત પોતાની તરફ વાળવા ભાજપે આ વખતે પ્રધાનમંત્રીની ચુંટણી સભા લીમખેડા ખાતે યોજવાનું નક્કી કર્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code