- પીએમ મોદી 25 ઓગસ્ટે શ્રમ સમ્મેલનને કરશે સંબોધિત
- સાંજે 4 30 વાગ્યે કોન્ફરન્સને સંબોધિત કરશે
દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ ગુરુવારે અટલે કે આવતી કાલે રાજ્યોના શ્રમ મંત્રીઓના સંમેલનને સંબોધિત કરનાર છે.આ 2 દિવસીય સમ્મેલન નુંઆંધ્રપ્રદેશના તિરુપતિમાં આયોજન કરવામાં આવ્યું છે. પીએમઓ તરફથી એક નિવેદનમાં જણાવ્યું હતું કે 25 ઓગસ્ટે સાંજે 4.30 વાગ્યે વડા પ્રધાન વીડિયો કોન્ફરન્સ દ્વારા કોન્ફરન્સને સંબોધિત કરશે.
આ યોજાનારી કોન્ફરન્સ ચાર સત્રોમાં વિભાજીત કરવામાં આવી છે. આ દરમિયાન, ઈ-શ્રમ પોર્ટલના એકીકરણ પર પણ ચર્ચા પણ થશે, જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા ચલાવવામાં આવતી સામાજિક સુરક્ષા યોજનાઓને તેના પર એકસાથે લાવી શકાય
ઉલ્લેખનીય છે કે 25-26 ઓગસ્ટના રોજ કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા આયોજન કરવામાં આવેલા આ સંમેલનમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રમ મંત્રીઓ ભાગ લેનાર છે.
આ બાબતે વધુમાં પીએમઓએ કહ્યું કે આ પરિષદ શ્રમ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સહકારી સંઘવાદની ભાવનાથી યોજાવા જઈ રહી છે અને તેનાથી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે સારી નીતિઓ ઘડવામાં અને શ્રમ કલ્યાણ યોજનાઓના અસરકારક અમલીકરણમાં મદદ મળશે.