- પીએમ મોદી આજે રાજ્યમાં 4 જનસભા કરશે
- ગૃહમંત્રી શાહ અને જેપી નડ્ડા પણ કપરશે પ્રચાર
અમદાવાદઃ- ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એડી ચોંટીનું જોર લગાવીને પ્રચાર પ્રસારમાં મેદાનમાં ઉતરી છે,અવાર નવાર અનેક નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ રહ્યા છે અને જોરદાકર પ્રચાર કરી રહ્યા છએ આ શ્રેણીમાં આજરોજ બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. તો સાથે જ અમિત શાહ અને અધ્યક્ષ જેપી નડ્ડા ફરી ગુજરાતના મેદાનમાં પ્રચાર માટે ઉતરશે.
જાણો બીજેપીનો આજનો ક્રાર્યક્રમ
પીએમ મોદી આજે મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં રેલીઓ યોજશે, જ્યારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે સવારે 11 વાગ્યે ગુજરાતના બોટાદમાં ‘વિજય સંકલ્પ રેલી’ને સંબોધશે.
આ સહીત ગૃહમંત્રી અમિત શાહ ત્રણ રેલીઓ નો મોરચો સંબાળતા જોવા મળશે. અમિત શાહ આજે રાજકોટ, સુરેન્દ્રનગર અને સુરતમાં રેલી કરશે. તો બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અઠવાડિયામાં ત્રીજી વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આજે તેઓ દ્વારકા, કચ્છ, મોરબી અને સુરતમાં જાહેરસભાઓ કરશે.
પ્રાપ્ત વિગત પ્રમાણે કેબિનેટ મુખ્યમંત્રીઓ ગુજરાતના વિવિધ વિધાનસભા મતવિસ્તારોમાં જાહેર સભાઓ યોજીને જનતાને રિઝવવાના પ્રયત્નમાં છે ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચાર જાહેરસભાઓ યોજાશે. ગૃહમંત્રી અમિત શાહ, પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ જાહેર સભાઓ કરશે.
આપણે જાણીએ છીએ તે રીતે ચાલી રહ્યું ગુજરાતમાં 27 વર્ષથી ભાજપનું શાસન છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે અને ભાજપ કોઈપણ ભોગે તેનો ગઢ પોતાના હાથમાંછથી છીનવાય તેવું ઈચ્છતી નથી જેથી અવાર નવાર બીજેપીના નેતાઓ અહી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં સક્રિય છે તો સામે બીજેપી દ્રારા તેમને તગડી ટક્કર અપાી રહી છે.