- પીએમ મોદી 21 ઓક્ટોબરે ઉત્તરાખંડ જશે
- આ સાથે જ સાંજે તેઓ 22 તારીખે અયોધ્યાની લેશે મુલાકાત
દહેરાદૂનઃ- હાલ દેશના લોકો દિવાળીના પ્રવમાં વ્.સ્ત છે,ચારેબાજૂ દિવાળઈની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ તેમના વ્યસ્ત શેડ્યૂએલ વચ્ચે દરેક રાજ્યની જનતાને સમળ ફાળવી રહ્યા છે આજે તેઓ ગુજરાતમાં છે તો આવતી કાલે તેઓ ઉત્તરાખંડની મુલાકાત લેવા જઈ રહ્યા છે,
પ્વરાપ્ડાત વિગત પ્રમાણે પીએમ મોદીની કેદારનાથ અને બદ્રીનાથ ધામની મુલાકાત નક્કી થઈ ગઈ છે. આવતી કાલે શુક્રવારે 21 ઓક્ટોબરે પીએમ મોદી ઉત્તરાખંડ આવશે, તે જ દિવસે તેઓ કેદારનાથ રોપવે, હેમકુંડ રોપવે તેમજ માના સુધી ડબલ લેન રોડનો શિલાન્યાસ કરશે. જે બાદ તે 22 ઓક્ટોબરે પરત ફરશે.
જાણકારી અનુસાર પીએમ મોદી 21 ઓક્ટોબરે સવારે 7 વાગ્યે જોલી ગ્રાન્ટ એરપોર્ટ પહોંચશે, જ્યાંથી તેઓ કેદારનાથ ધામ જશે. સૌ પ્રથમ ધામમાં તેઓ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. આ પછી તેમણે કેદારનાથ રોપવે પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવાનો છે. તેઓ કેદારનાથ પુનઃનિર્માણમાં લાગેલા કામદારો સાથે પણ વાતચીત કરશે.
કેદારનાથમાં ત્રણ કલાક વિતાવ્યા બાદ પીએમ બદ્રીનાથ જવા રવાના થશે. અહીં પણ પ્રથમ દર્શન અને પૂજાનો કાર્યક્રમ છે. ત્યારબાદ તેણે માના ગામમાં પ્રસ્તાવિત સમારોહમાં ભાગ લેવાનો છે.આ સાથે જ તેઓ માનામાં જ હેમકુંડ સાહિબ રોપવે અને માના સુધી ડબલ લેન રોડનો શિલાન્યાસ કરશે. તે જ દિવસે તેમનો સૈનિકો સાથે પણ દિવાળી મનાવવાનો કાર્યક્રમ છે.ઉલ્લેખનીય છે કે દિવાળઈના પ્રવ પર પીએમ મોદી દેશની સેના સાથે મુલાકાત કરતા હોય છએ ત્યારે આ વખતે પમ મોદીજી સૈનિકો સાથે દિવાળઈ મનાવશે.