- શ્રીરામની આંખમાં કાજલ લગાવશે PM મોદી
- સરયુના જળથી મંદિર થશે શુદ્ધ
- નવ ગ્રહોની થશે પૂજા
- પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થશે શરૂ
દિલ્હી:ભારતમાં ભગવાન શ્રીરામના મંદિર નિર્માણને લઈને એક જોરદાર માહોલ બની રહ્યો છે, દરેક લોકોના મનમાં અત્યારે ભગવાન શ્રીરામના મંદિરમાં દર્શન કરવા માટે જોરદાર આતુરતા જોવા મળી રહ્યો છે. અત્યારે દેશમાં એવો માહોલ છે અને લોકોમાં અત્યારે એવી ખુશી જોવા મળી રહી છે જેવી ભૂતકાળમાં ભગવાન શ્રીરામના અયોધ્યા પરત આવવા પર અયોધ્યાવાસીઓની થઈ હશે.
આવામાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પીએમ મોદી પોતે રામ લલાની પ્રતિમા પરથી પડદો હટાવશે, તેમની આંખમાં કાજલ લગાવશે અને તેમની પૂજા-અર્ચના કરશે.
અયોધ્યાને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહી છે. સર્વત્ર શ્રી રામનો જયજયકાર કરવામાં આવી રહ્યો છે. તોરણો બનાવવામાં આવી રહ્યા છે તેમજ ફૂલોની વર્ષા કરવાની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે. કેમ ન કરે..વર્ષો જૂની રાહ હવે સમાપ્ત થઈ રહી છે. 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે રામભક્તોની રાહનો અંત આવશે.
રામલલાનો અભિષેક 22 જાન્યુઆરીએ અયોધ્યામાં થશે, પરંતુ તેની પૂજા સાત દિવસ પહેલા 15 જાન્યુઆરીએ શરૂ થશે. પ્રાણ પ્રતિષ્ઠા પૂજાની સાથે ભગવાનને સોનાના વસ્ત્રો પહેરાવવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીની સાથે ઉત્તર પ્રદેશના સીએમ યાગી આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદી બેન પટેલ પણ ગર્ભગૃહમાં ઉપસ્થિત રહેવાના છે. આ ઉપરાંત સંઘ પ્રમુખ મોહન ભાગવત પણ હાજર હોવાની ચર્ચા છે. રામજન્મભૂમિના મુખ્ય શિલ્પકાર આચાર્ય સત્યેન્દ્ર દાસ દ્વારા પૂજા કરાવવામાં આવશે.