ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશને મોટી ભેટ આપવા જઈ રહ્યા છે, દિવાળી પહેલા ધનતેરસ પર પીએમ મોદી આ ભેટ આપશે, જેની રાજ્યના 4.5 લાખ લોકો રાહ જોઈ રહ્યા છે. મધ્યપ્રદેશમાં પીએમ મોદીનો છેલ્લા 1 મહિનાથી અંદર યોજાનાર આ ત્રીજો કાર્યક્રમ હશે. અગાઉ, પીએમ શ્યોપુરના કુનો નેશનલ પાર્કમાં ચિત્તા છોડવા માટે મધ્યપ્રદેશની મુલાકાતે ગયા હતા, ત્યારબાદ 11 ઓક્ટોબરે, પીએમ મહાકાલ લોકનું ઉદ્ઘાટન કરવા ઉજ્જૈન આવ્યા હતા,જ્યારે હવે ધનતેરસ પર પીએમ મોદી સતના જિલ્લાના કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે.
ધનતેરસના દિવસે PM મોદી રાજ્યના 4.5 લાખ લોકોને નવું ઘર આપવા જઈ રહ્યા છે.પીએમ મોદી 22 ઓક્ટોબરના આયોજિત વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત સતના જિલ્લાના કાર્યક્રમમાં વર્ચ્યુલી જોડાશે.જ્યાં તેઓ રાજ્યના 4.5 લાખથી વધુ લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે.જેના માટે રાજ્ય સરકાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
મધ્યપ્રદેશમાં પીએમ આવાસ યોજના હેઠળ 4.5 લાખથી વધુ મકાનો બની ગયા છે, જે લાભાર્થીઓ માટે આ મકાનો તૈયાર કરવામાં આવ્યા છે, તેમને હવે વિધિવત ગૃહ પ્રવેશ કરવાનો રહેશે, જેની તૈયારીઓ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી, હવે પીએમ મોદી પોતે આ લાભાર્થીઓને ઘરમાં પ્રવેશ કરાવશે.આ દરમિયાન વડાપ્રધાન લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને સાંસદો વિવિધ જિલ્લાઓમાં હાજર રહેશે.