Site icon Revoi.in

PM મોદીએ હિમાચલના ઉનામાં 1,900 કરોડના ખર્ચે તૈયાર થનાર બલ્ક ડ્રગ પાર્કનો પાયો નાખ્યો

Social Share

શિમલાઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે  13 ઑક્ટોબરના રોજ ચૂંટણીલક્ષી હિમાચલ પ્રદેશની મુલાકાતે છે અહી તેઓએ ચોથી દેશની વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી ત્યાર બાદ તેમણે  ઉના જિલ્લામાં બલ્ક ડ્રગ પાર્કનો શિલાન્યાસ  પણ કર્યો હતો.

પીએમ મોદીએ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી ઉનાને પણ રાષ્ટ્રને સમર્પિત કરી અને ઉના જિલ્લાના અંબ અંદૌરાથી નવી દિલ્હી સુધીની નવી વંદે ભારત એક્સપ્રેસના ઉદઘાટને આરંભ કરાવી પહાડી વિલસ્તારના લોકોને મોટી ભેંટ આપી છે.પીએમ મોદીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો પણ શેર કર્યો છે.

પીએમ મોદી દ્રારા હરોલી ખાતે શિલાન્યાસ કરવામાં આવેલા બલ્ક ડ્રગ પાર્કનો 1,900 કરોડથી વધુના ખર્ચે  તૈયાર થવા જઈ રહ્યો છે.જે પાર્ક  API આયાત પર નિર્ભરતા ઘટાડવામાં મદદરુપ સાબિત થશે. અંદાજે તે  10,000 કરોડનું રોકાણ આકર્ષિત કરશે અને 20,000 થી વધુ લોકોને રોજગાર પ્રદાન કરશે તેવી આશાઓ સેવાઈ રહી છે.ઉલ્લેખનીય છે કે પીએમ મોદી છેલ્લા પાંચ વર્ષમાં હિમાચલ પ્રદેશની આ નવમી મુલાકાત  કરી રહ્યા છે.