1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. PM મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, વિવિધ યોજનાઓના ઉદ્ધાટન અને ખાતમૂહુર્ત કરશે
PM મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, વિવિધ યોજનાઓના ઉદ્ધાટન અને ખાતમૂહુર્ત કરશે

PM મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે, વિવિધ યોજનાઓના ઉદ્ધાટન અને ખાતમૂહુર્ત કરશે

0
Social Share

અમદાવાદઃ  વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે તા.29મી સપ્ટેમ્બરથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવશે. આજે સવારે લગભગ 11 વાગ્યે,  વડાપ્રધાન સુરતમાં 3400 કરોડ રૂ.થી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે અને લોકાર્પણ કરશે. ત્યારબાદ વડાપ્રધાન ભાવનગર જશે. ત્યાં બપોરે લગભગ 2 વાગ્યે, રૂ. 5200 કરોડથી વધુની બહુવિધ વિકાસલક્ષી પહેલોનું શિલાન્યાસ કરશે અને ઉદ્ઘાટન કરશે.ત્યારબાદ આજે સાંજે લગભગ 7 વાગ્યે, વડાપ્રધાન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કરશે. અને રાત્રે લગભગ 9 વાગ્યે, વડા પ્રધાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે આજથી આવી રહ્યા છે. વડાપ્રધાનના આગમનને લઈને વહિવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.વડાપ્રધાન મોદી સુરત અને ભાવનગરની મુલાકાત બાદ આજે સાંજે અમદાવાદ આવી પહોચશે, આવતી કાલે તા. 30મી સપ્ટેમ્બરે, સવારે 10:30 વાગ્યે, વડાપ્રધાન ગાંધીનગર સ્ટેશન પર ગાંધીનગર-મુંબઈ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપશે અને ત્યાંથી કાલુપુર રેલવે સ્ટેશન સુધી ટ્રેનમાં મુસાફરી કરશે. સવારે લગભગ 11:30 વાગ્યે, વડાપ્રધાન અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને લીલી ઝંડી આપશે અને કાલુપુર સ્ટેશનથી દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશન સુધી મેટ્રોની સવારી કરશે. બપોરે લગભગ 12 વાગ્યે  વડાપ્રધાન અમદાવાદ એજ્યુકેશન સોસાયટી ખાતે જાહેર સમારંભમાં અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટના ફેઝ-1નું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ, લગભગ 5:45  વડાપ્રધાન અંબાજીમાં 7200 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને સમર્પિત કરશે. સાંજે લગભગ 7 વાગ્યે, મોદી અંબાજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. ત્યાર બાદ લગભગ 7.45  તેઓ ગબ્બર તીર્થ ખાતે મહા આરતીમાં હાજરી આપશે.

વડા પ્રધાન વેસ્ટર્ન ફ્રેટ ડેડિકેટેડ કોરિડોરના 62 કિમી લાંબા ન્યૂ પાલનપુર-નવા મહેસાણા સેક્શન અને 13 કિમી લાંબા ન્યૂ પાલનપુર-નવા ચટોદર સેક્શન (પાલનપુર બાયપાસ લાઇન)ને પણ સમર્પિત કરશે. તે પીપાવાવ, દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા), મુન્દ્રા અને ગુજરાતના અન્ય બંદરો સાથે કનેક્ટિવિટી વધારશે. આ વિભાગો ખોલવા સાથે, વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરનો 734 કિમી કાર્યરત થઈ જશે. આ પટ શરૂ થવાથી ગુજરાતમાં મહેસાણા-પાલનપુરના; રાજસ્થાનમાં સ્વરૂપગંજ, કેશવગંજ, કિશનગઢ; હરિયાણામાં રેવાડી-માનેસર અને નારનૌલ ઉદ્યોગોને ફાયદો થશે. વડાપ્રધાન મીઠા-થરાદ-ડીસા રોડને પહોળો કરવા સહિત વિવિધ રોડ પ્રોજેક્ટ્સ પણ સમર્પિત કરશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code