- સંસદ ભવનમાં સતત 3 દિવસ બેઠક
- કેન્દ્રીય મંત્રીમંડળની યોજાશે બેઠક
- પીએમ મોદી કરશે અધ્યક્ષતા
દિલ્હી:સંસદ ભવનના ઓડીટોરીયમમાં સતત ત્રણ દિવસ સુધી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક યોજાશે. જેની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે. 10-12 ઓગસ્ટ સુધી દરરોજ સાંજે 6 થી મેરેથન બેઠક યોજાશે. જેમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થશે.
તમામ મંત્રીઓ પોતપોતાના મંત્રાલયોના કામોની યાદી બનાવીને બેઠકમાં હાજરી આપશે, જે વર્તમાન સંસદ સત્રમાં થઇ શક્યું નથી. જે બિલ અથવા કાયદાકીય કાર્ય મોનસૂન સત્રમાં હોબાળાના કારણે નથી થઇ શક્યું, તે કામોની સુચિ તમામ મંત્રીઓને તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે.
તમામ મંત્રીઓ તેમના સંબંધિત મંત્રાલયોના આગામી એક વર્ષ માટે કરવાના કામોની યાદી બનાવીને બેઠકમાં આવશે. એટલે કે આગામી એક વર્ષ માટે મંત્રાલયોનો એજન્ડા લાવવો પડશે.
માત્ર બે દિવસ પહેલા પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ સમિતિની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ન્યાય અને શિક્ષણને લઈને બે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ સિવાય ઘણા મહત્વના મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે. બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પત્રકાર પરિષદ યોજીને આ નિર્ણયો વિશે જણાવ્યું હતું.