1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા PM મોદી આજે અમદાવાદ આવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા PM મોદી આજે અમદાવાદ આવશે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા PM મોદી આજે અમદાવાદ આવશે

0
Social Share

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું 93 બેઠકો પરનું મતદાન આવતી કાલે તા. 5મી ડિસેમ્બરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના મતદાર હોવાથી આજે સાંજે અમદાવાદની મુલાકાતે આવી પહોંચશે. અને કાલે સોમવારે અમદાવાદના રાણીપ ખાતેથી મતદાન કરશે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી પૂર્ણ થયા બાદ બીજા તબક્કાની 93 બેઠકોની ચૂંટણી આવતી કાલે તા. 5મી ડિસેમ્બરે યોજાશે. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકોની ચૂંટણીનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદી અમદાવાદના રાણીપના મતદાર હોવાથી આજે સાંજે વડાપ્રધાન મોદી અમદાવાદ આવી રહ્યા છે. આવતીકાલે વડાપ્રધાન મોદી સવારે 8 કલાકે રાણીપ ખાતેથી મતદાન કરશે. બીજા તબક્કામાં વધુ મતદાન થાય તે માટે વડાપ્રધાન ગુજરાતના નાગરિકોને અપીલ પણ કરશે. વડાપ્રધાન માતા હીરા બા સાથે પણ મુલાકાત કરી શકે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે. કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબા 100 વર્ષથી વધુ ઉંમરના છે, તેઓ ગુજરાતની દરેક ચૂંટણીમાં પોતાની ફરજ બજાવીને અવશ્ય મતદાન કરવા માટે જાય છે. પરિવારના સદસ્યો દ્વારા તેમને મતદાન કરાવવા લઈ જવાય છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન આવતા કાલે તા. 5મી ડિસેમ્બરે યોજાશે. જેને લઈને તંત્ર દ્વારા છેલ્લી ઘડીની તૈયારીઓ આરંભી દેવાઈ છે. આજે ચૂંટણી અધિકારીઓ દ્વારા evm ડિસ્પેચિંગની કામગીરી કરવામાં આવી હતી. બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન થશે. અને  કુલ 2,51,58,730 મતદારો મત આપી શકશે. જેમાં 1,29,26,501 પુરૂષ, 1,22,31,335 મહિલા અને 894 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે.  505 પુરૂષ અને 155 મહિલાઓ મળી 660 વિદેશમાં વસતા ભારતીય મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકશે. બીજા તબક્કની ચૂંટણીમાં 764 પુરૂષ અને 69 મહિલા મળી કુલ 833 હરિફ ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 2,904 શહેરી મતદાન મથક સ્થળો પર 8,533 મતદાન મથકો  આવેલા છે. જ્યારે12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલા છે.  36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ તથા 40,434 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ 29,062 પ્રિસાઈડીંગ ઑફિસર્સ અને 84,263 પોલીંગ ઑફિસર્સ ફરજ બજાવશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code