Site icon Revoi.in

પીએમ મોદી કરશે પરીક્ષા પે ચર્ચાનો કાર્યક્રમ,વિદ્યાર્થીઓના માતાપિતા અને શિક્ષકો સાથે વાતચીત

Social Share

દિલ્હી: પીએમ નરેન્દ્ર મોદી 1 એપ્રિલ 2022ના રોજ’પરીક્ષા પે ચર્ચા’ પર વિદ્યાર્થીઓના માતાપિતા અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે.દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે આયોજિત ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓના તેમના માતા-પિતા અને શિક્ષકો સાથે વાર્તાલાપ કરશે. તેઓ તણાવ મુક્ત પરીક્ષાઓ વિશે વાત કરશે.

પીએમએ ટ્વીટ કર્યું કે,”ચાલો ફરી એકવાર તણાવમુક્ત પરીક્ષાઓની વાત કરીએ! ગતિશીલ #ExamWarriors, તેમના માતા-પિતા અને શિક્ષકોને 1લી એપ્રિલે આ વર્ષની પરીક્ષા પે ચર્ચામાં જોડાવા માટે આહ્વાન કરીએ છીએ.”

જો કે પીએમ મોદી દ્વારા મન કી બાતનો પ્રોગ્રામ પણ કરવામાં આવે છે અને તેમાં પણ કેટલાક લોકોના અભિપ્રાય લેવામા આવે છે. જાણકારો દ્વારા કહેવામાં આવે છે કે,પરીક્ષાના સમયમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવામાં પીએમ મોદીનો પરીક્ષા પે ચર્ચાનો પ્રોગ્રામ મહત્વની ભૂમિકા ભજવશે.