- PM આજે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કરશે
- વિદ્યાર્થીઓ-શિક્ષકો સાથે કરશે સંવાદ
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે એટલે કે આજરોજ ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ, તેમના શિક્ષકો અને વાલીઓ સાથે પરીક્ષા અંગે ચર્ચા કરશે. પરિક્ષા પે ચર્ચાની પાંચમી આવૃત્તિ ટાઉન હોલ ખાતે ઇન્ટરેક્ટિવ ફોર્મેટમાં દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે સવારે 11 વાગ્યે શરૂ થશે.
કોરોના મહામારી બાદ શાળાઓ ખોલવા અને ઑફલાઇન મોડમાં પરીક્ષાઓ વચ્ચે આ વખતની પરીક્ષા પરની ચર્ચા ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યું કે,આ વર્ષે પરીક્ષા પર ચર્ચાનો ઉત્સાહ અભૂતપૂર્વ રહ્યો છે.
વડાપ્રધાને કહ્યું કે, આ વર્ષે પરીક્ષા અંગેની ચર્ચા પ્રત્યે વિદ્યાર્થીઓનો ઉત્સાહ અભૂતપૂર્વ છે.લાખો બાળકોએ તેમની મૂલ્યવાન ટીપ્સ અને અનુભવો શેર કર્યા છે.આમાં સહયોગ આપનાર તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો હું આભાર માનું છું.આપ સૌ 1 એપ્રિલના આ કાર્યક્રમની રાહ જોતા હશો.તેમના ટ્વિટમાં, વડાપ્રધાને તેમની યુટ્યુબ ચેનલ પર અગાઉની પરીક્ષા પે ચર્ચાનો વીડિયો શેર કર્યો છે.
પરીક્ષા પર ચર્ચા દરમિયાન, બાળકો, તેમના માતા-પિતા અને શિક્ષકો તેમની તમામ શંકાઓ સાથે સંબંધિત પ્રશ્નો પીએમ મોદીને પૂછી શકશે. તેનું લાઇવ પ્રસારણ દૂરદર્શનની વિવિધ ચેનલો, ઓલ ઈન્ડિયા રેડિયો, ટીવી ચેનલો, યુટ્યુબ પર પ્રસારિત થશે.વિવિધ મુદ્દાઓ પર આધારિત ઓનલાઈન સર્જનાત્મક લેખન સ્પર્ધાના આધારે પ્રશ્નકર્તાઓની પસંદગી કરવામાં આવી છે.
આ સ્પર્ધા માટે 15.7 લાખ સ્પર્ધકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું.જેમાં 12.1 લાખથી વધુ વિદ્યાર્થીઓ, 2.7 લાખ શિક્ષકો અને 90 હજારથી વધુ વાલીઓ સામેલ હશે.