Site icon Revoi.in

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનની ભારતની મુલાકાત દરમિયાન PM મોદી 7.5 લાખ રાયફલની ડિલ કરશે

Social Share

દિલ્હીઃ- ભારત પોતાના સંબંધો અનેક દેશ સાથે મજબૂત બનાવી રહ્યું છે, પીેમ મોદીના અથાગ પ્રયત્નો હેઠળ અનેક દેશો ભારત સાથે અનેક ડીલ કરી રહ્યા છે, આ જ શ્રેણીમાં હવે રશિયા સાથે ભારત હથિયાર મામલે મોટી ડિલ કરવા જઈ રહ્યું છે,ભારત અને રશિયા વચ્ચેના સૈન્ય સંબંધોને વધુ મજબૂત બનાવવાના ઈરાદા સાથે સોમવારે બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો એક બીજાને મળવાના છે.

મળતી માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની બેઠક દરમિયાન ભારત 7.5 લાખ એકે-203 એસોલ્ટ રાઈફલ્સના સપ્લાય પર કરાર કરવા જઈ રહ્યું છે.

આ મામલે સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની અંતિમ મંજૂરી સહિત તમામ જરૂરી મંજૂરીઓ પૂરી થઈ ચૂકી છે. સરકારી સૂત્રોએ સમીડિયાને આપેલી માહિતી પ્રમાણે રશિયન રાષ્ટ્રપતિની મુલાકાત દરમિયાન બન્ને નેતાઓ આ ડિલ પર હસ્તાક્ષર કરી શકે છે.

સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત અનુસાર પુતિન 6 ડિસેમ્બરે ભારતની મુલાકાતે આવવાના છે. પુતિન અને મોદી વચ્ચેની બેઠકમાં ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમનું પ્રેઝન્ટેશન જોવાની પણ અપેક્ષા છે, જે ભારતના કેટલાક ભાગોમાં આવવાનું શરૂ થઈ ગયું છે. છેલ્લા ઘણા વર્ષોથી બનેલ ઇગ્લા શોલ્ડર ફાયર્ડ એર ડિફેન્સ સિસ્ટમ પર પણ બંને પક્ષો વચ્ચે કામ ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે  રશિયન ડિઝાઈનવાળી AK-203 ઉત્તર પ્રદેશના અમેઠીમાં એક ફેક્ટરીમાં બનાવવામાં આવશે. તેમણે કહ્યું કે થોડા વર્ષો પહેલા બંને પક્ષો વચ્ચે સમજૂતી થઈ હતી અને હવે છેલ્લો મોટો મુદ્દો ટેક્નોલોજી ટ્રાન્સફરના મુદ્દાઓને ઉકેલવાનો રહેશે.