પીએમ મોદી ભુજમાં કે.કે.પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ રાષ્ટ્રને સમર્પિત કરશે
દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સવારે 11 વાગ્યે ગુજરાતના ભુજમાં કે.કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરશે.આ હોસ્પિટલનું નિર્માણ કચ્છી લેઉઆ પટેલ સમાજ ભુજ દ્વારા કરવામાં આવ્યું છે.
કચ્છની આ પ્રથમ ચેરિટેબલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. તે 200 પથારીની હોસ્પિટલ છે.તે સુપર સ્પેશિયાલિટી સેવાઓ પૂરી પાડે છે જેમ કે,ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજી (કેથલેબ), કાર્ડિયોથોરાસિક સર્જરી, રેડિયેશન ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, નેફ્રોલોજી, યુરોલોજી, ન્યુક્લિયર મેડિસિન, ન્યુરો સર્જરી, જોઈન્ટ રિપ્લેસમેન્ટ અને અન્ય સહાયક સેવાઓ જેવી કે લેબોરેટરી, રેડિયોલોજી વગેરે હોસ્પિટલ પૂરી પાડે છે.
આ હોસ્પિટલ તબીબી સુપર સ્પેશિયાલિટી સેવાઓ આ પ્રદેશના લોકો માટે સરળતાથી સુલભ, પોસાય તેવા ભાવે શક્ય બનાવે છે.