- પીએમ મોદી પૂર્વોતર રાજ્યોના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક
- કોરોનાની સ્થિતિ અને રસીકરણ અભિયાનની કરશે સમીક્ષા
- પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરશે વાતચીત
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે પૂર્વોત્તર રાજ્યોના આઠ મુખ્યમંત્રી સાથે વર્ચ્યુઅલ બેઠક કરશે. આમાં તે પૂર્વોતરમાં વધતા કોરોના સંક્રમણથી ઉત્પન્ન થયેલ હાલાત અને રસીકરણ અભિયાનની સમીક્ષા કરશે.
સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે,પીએમ મોદી વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરશે. દેશના મોટાભાગના ભાગોમાં કોરોના સંક્રમણના કેસોમાં ઝડપથી ઘટાડો થઇ રહ્યો છે, જ્યારે ઉત્તરપૂર્વમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જે ચિંતાજનક છે.
વડાપ્રધાન મંગળવારે સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સ દ્વારા આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ, મણિપુર, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમના મુખ્યમંત્રીઓ સાથે આ રાજ્યોમાં COVID-19 ની સ્થિતિની સમીક્ષા કરશે. વડાપ્રધાન આ સમયગાળા દરમિયાન રસીકરણની સ્થિતિનો પણ હિસ્સો લેશે.
મળતી માહિતી મુજબ,પૂર્વોતરના રાજયોના મુખ્યમંત્રીઓ સાથે થનાર સંવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રાજ્યોમાં કોવિડ -19 ની નવીનતમ સ્થિતિ અને રસીકરણ અભિયાનની સમીક્ષાને લઈને આ બેઠક એવા સમયે થઇ રહી છે,જયારે દેશમાં કોવિડ-19 સંક્રમણના કેસ ઓછા થયા છે.
જો કે, દેશમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ -19 ના 37,154 નવા કેસ નોંધાયા છે. આ પછી દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,08,74,376 થઇ ગઈ છે. દેશમાં અત્યાર સુધીમાં એન્ટી કોવિડ -19 રસીના કુલ 37.73 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.