Site icon Revoi.in

પીએમ મોદી આજે કરશે મન કી બાત કાર્યક્રમ,આ મુદ્દાઓ પર થઇ શકે છે ચર્ચા

Social Share

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 81 મા એપિસોડને સંબોધિત કરશે.આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો, દૂરદર્શન, આકાશવાણી સમાચાર અને મોબાઇલ એપનાં સમગ્ર નેટવર્ક પર પણ પ્રસારિત થશે.આ રેડિયો કાર્યક્રમ અમેરિકાની તાજેતરમાં સમાપ્ત થયેલી મુલાકાત બાદ યોજાવામાં આવી રહ્યો છે.જ્યાં પીએમે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને સંબોધ્યું હતું. પરિણામે,પીએમ મોદીના આ સંવાદમાં આંતરરાષ્ટ્રીય મહત્વના ઘણા મુદ્દાઓનો ઉલ્લેખ થવાની અપેક્ષા છે.

76 મી UNGA ના ઉચ્ચ સ્તરીય વિભાગની શરૂઆત મંગળવારે ન્યૂયોર્કમાં થઈ હતી અને આંતરરાષ્ટ્રીય નેતાઓ અને રાજદ્વારીઓએ પણ મુખ્ય સત્રમાં વિશ્વ મંચને સંબોધિત કર્યું હતું.તો આ મુલાકાત દરમિયાન વડાપ્રધાને ઘણા ટોચના નેતાઓને મળ્યા.પ્રથમ, વડાપ્રધાને વોશિંગ્ટનમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. તેઓ તેમના ઓસ્ટ્રેલિયન સમકક્ષ સ્કોટ મોરિસન અને જાપાની પીએમ યોશીહિદે સુગાને પણ મળ્યા હતા.

અગાઉ 29 ઓગસ્ટના રોજ તેમના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ની 80 મી આવૃત્તિને સંબોધતા વડાપ્રધાન મોદીએ બિહારમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને તમિલનાડુમાં કાંજીરાંગલ પંચાયત દ્વારા વેસ્ટ મેનેજમેન્ટ અને તેમના સ્વયં પ્રત્યેની પહેલના પ્રયાસોની પ્રશંસા કરી હતી.

હકીકતમાં આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકો સાથે જોડાયેલા મહત્વના વિષયો પર પોતાના વિચારો શેર કરે છે. તેમણે જનતાને અપીલ કરી કે,તેઓ મન કી બાત કાર્યક્રમની 81 મી આવૃત્તિ સૂચવે, જેથી નવા સૂચનો અને પ્રગતિશીલ વિચારો આ કાર્યક્રમમાં સમાવી શકાય.