Site icon Revoi.in

PM મોદી દિવાળી પહેલા જ ખૂડુતોને આપશે ભેંટ -આજે સન્માન નિધિનો 12મો હપ્તો જારી કરશે

Social Share

દિલ્હીઃ- હવે દિવાળઈના ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે આજે ખેડૂતો માટે ખુશીના સમાચાર આવી રહ્યા છે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં ભારતીય કૃષિ સંશોધન સંસ્થામાં PM કિસાન સન્માન 2022 નું ઉદ્ઘાટન કરશે. આ દરમિયાન ખેડૂતોને મોટી ભેટ આપશે. આ બે દિવસીય કાર્યક્રમમાં ખેડૂતો, સંશોધકો ઉપરાંત એગ્રીકલ્ચર સ્ટાર્ટઅપ સાથે સંકળાયેલા લોકો અને પ્રોફેસરો ભાગ લેનાર છે.

દિવાળીના એક અઠવાડિયા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશભરના ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 12મો હપ્તો જાહેર કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદી પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થીઓના ખાતામાં 2000-2000 રૂપિયા જમા કરવા જઈ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે PM કિસાન યોજનાનો હેતુ ગરીબ ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા ફોર્મેટમાં ખેડૂતની આવક, સંપત્તિ વગેરેની વિગતો ભરવામાં આવે છે. ખેડૂતના બેંક ખાતા અને અન્ય માહિતી કૃષિ વિભાગમાં આપવામાં આવે છે. વેરિફિકેશન પૂર્ણ થવા પર, ખેડૂતના ખાતામાં વર્ષમાં ત્રણ વખતે 4 મહિનામાં એકવાર 2 હજાર રૂપિયા આવે છે.

આ વખતે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા રૂ. 16,000 કરોડનો 12મો હપ્તો બહાર પાડવામાં આવશે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ખેડૂતોને 2 લાખ કરોડ રૂપિયાથી વધુનો લાભ મળ્યો છે.ઉલ્લેખનીય છે કે  દેશના લગભગ 12 કરોડ ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ નોંધાયેલા છે. જુલાઈમાં 11 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં 11મા હપ્તાના નાણાં જમા  કરવામાં આવ્યા હતા.