Site icon Revoi.in

PM મોદી શનિવારે ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

Social Share

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 ઓગસ્ટે બપોરે 12.30 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 3 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. ‘મેક ઈન ઈન્ડિયા’ અને આત્મનિર્ભર ભારતના પ્રધાનમંત્રીના વિઝનને પરિપૂર્ણ કરીને, અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ત્રણ રૂટ પર કનેક્ટિવિટી સુધારશે – મેરઠ-લખનૌ, મદુરાઈ-બેંગ્લોર અને ચેન્નાઈ-નાગરકોઈલ.

પ્રધાનમંત્રી કાર્યાલય (PMO) દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, PM મોદી 31 ઓગસ્ટે ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવશે. આ ટ્રેનો ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકમાં કનેક્ટિવિટી વધારશે. આ ઉપરાંત નવી વંદે ભારત ટ્રેન મુસાફરોને વિશ્વ કક્ષાની સેવાઓ પૂરી પાડશે, મુસાફરીનો સમય ઘટાડશે અને પ્રવાસનને વેગ આપશે.

તમને જણાવી દઈએ કે, આ વંદે ભારત ટ્રેનો હાલમાં ચાલી રહેલી હાઈ સ્પીડ ટ્રેનોની સરખામણીમાં મુસાફરીનો સમય ઘટાડશે. મેરઠ સિટી-લખનૌ વંદે ભારત દ્વારા અંદાજે 1 કલાકનો મુસાફરીનો સમય, ચેન્નાઈ એગમોર-નગરકોઈલ વંદે ભારત દ્વારા 2 કલાક અને મદુરાઈ-બેંગલુરુ વંદે ભારત દ્વારા 1.5 કલાકની બચત થશે.

આ નવી વંદે ભારત ટ્રેનો આ વિસ્તારના લોકોને ઝડપ અને સુવિધા સાથે મુસાફરી કરવા માટે વિશ્વ કક્ષાની સેવા પૂરી પાડશે. તે 3 રાજ્યો – ઉત્તર પ્રદેશ, તમિલનાડુ અને કર્ણાટકના લોકોની લાંબા સમયથી ચાલતી માંગને પણ પૂર્ણ કરશે. આ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોની રજૂઆત નિયમિત પ્રવાસીઓ, વ્યાવસાયિકો, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થી સમુદાયની જરૂરિયાતોને પૂરી કરવા માટે રેલ સેવાના નવા ધોરણની શરૂઆત કરશે.