દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે શરૂ થનારી G20 સમિટમાં ભાગ લેવા ઈન્ડોનેશિયા જશે.ભારત 1 ડિસેમ્બરે વર્તમાન અધ્યક્ષ ઇન્ડોનેશિયામાંથી શક્તિશાળી જૂથ G20 ની અધ્યક્ષતા સંભાળશે.મંગળવારે પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના G20 પ્રેસિડન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કર્યું હતું.
G20 ગ્રુપ એ વિશ્વની મુખ્ય વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થાઓનું આંતર-સરકારી મંચ છે. આમાં અર્જેન્ટિના, ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, કોરિયા ગણરાજ્ય, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ અને યુરોપિયન સંઘ જેવા દેશોનો સમાવેશ થાય છે.
વેબસાઈટ લોન્ચ પ્રસંગે પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે,1 ડિસેમ્બરથી ભારત જી-20ની અધ્યક્ષતા કરશે.ભારત માટે આ એક ઐતિહાસિક અવસર છે, તેથી આ સમિટની વેબસાઈટ, થીમ અને લોગો લોન્ચ કરવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે આ અવસર પર હું તમામ દેશવાસીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.G20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું અગ્રણી મંચ છે, જે વૈશ્વિક GDPના લગભગ 85 ટકા, વિશ્વ વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે. G20 એ આંતરરાષ્ટ્રીય આર્થિક સહયોગ માટેનું અગ્રણી મંચ છે, જે વૈશ્વિક GDPના લગભગ 85 ટકા, વિશ્વ વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
પીએમએ કહ્યું કે આ લોગો અને થીમ દ્વારા અમે દુનિયાને એક સંદેશ આપ્યો છે.G20 દ્વારા, યુદ્ધ માટે બુદ્ધ દ્વારા આપવામાં આવેલ સંદેશ અને હિંસા સામે પ્રતિકાર માટે મહાત્મા ગાંધીના ઉકેલ, ભારત તેની વૈશ્વિક પ્રતિષ્ઠાનું નવીકરણ કરી રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે આઝાદીના અમૃત મહોત્સવના વર્ષ દરમિયાન G-20ની અધ્યક્ષતા કરવી એ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. તેણે કહ્યું કે આવતા અઠવાડિયે હું ઈન્ડોનેશિયા જઈશ. ઔપચારિક રીતે જાહેરાત કરવામાં આવશે કે ભારતને G20 ના પ્રમુખ બનાવવામાં આવશે. જી-20 સમિટ ઇન્ડોનેશિયામાં 15-16 નવેમ્બરે યોજાશે.