ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 ઓક્ટોબરે ઉજ્જૈનમાં સ્થિત વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરના નવનિર્મિત મહાકાલ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે.મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે અહીં વિસ્તારનું નિરીક્ષણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે,પીએમ મોદી અહીંના વિશ્વ પ્રસિદ્ધ મહાકાલ મંદિર પરિસરના નવનિર્મિત મહાકાલ કોરિડોરના પ્રથમ તબક્કાનું અને દેશના બાર જ્યોતિર્લિંગોમાંના એકનું ઉદ્ઘાટન કરશે.
ચૌહાણે પીએમ મોદીની સૂચિત મુલાકાત અંગે વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી અને તૈયારીઓ અંગે જરૂરી માર્ગદર્શિકા આપી હતી.પીએમ મોદીએ બે દિવસ પહેલા રાજ્યના શ્યોપુર જિલ્લામાં સ્થિત કુનો રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લઈને દેશમાં ચિત્તાઓને પુનઃસ્થાપિત કરવાની યોજના પણ શરૂ કરી હતી.પીએમ મોદી તેમના જન્મદિવસ 17મી સપ્ટેમ્બરે રાજ્યના શ્યોપુર જિલ્લામાં લગભગ 05 કલાક રોકાયા હતા.