1. Home
  2. ગુજરાતી
  3.  PM મોદી આજે 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર સોંપશે સાથે  નવનિયુક્ત કર્મચારીઓને સંબોધશે
 PM મોદી આજે 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર સોંપશે સાથે  નવનિયુક્ત કર્મચારીઓને સંબોધશે

 PM મોદી આજે 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર સોંપશે સાથે  નવનિયુક્ત કર્મચારીઓને સંબોધશે

0
Social Share
  •  PM મોદી આજે 71 હજાર યુવાનોને નિમણૂક પત્ર સોંપશે 
  •  નવનિયુક્ત કર્મચારીઓને સંબોધશે

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી આજરોજ 12 એપ્રિલને ગુરુવારે  વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રોજગાર મેળામાં સરકારી સેવાઓ માટે 71 હજાર નવનિયુક્ત યુવાનોને નિમણૂક પત્રો સોંપવા જઈ રહ્યા છેે જેમાં માત્ર રેલ્વે વિભાગના 50 હજાર નવનિયુક્ત કર્મચારીઓનો સમાવેશ થાય છે.

વધુ વિગત પ્રમાણે પીએમ મોદી નિયુક્તિ પત્ક સોંપીને આ પ્રસંગે વડાપ્રધાન નવનિયુક્ત કર્મચારીઓને પણ સંબોધિત કરશે. રોજગાર મેળાના કાર્યક્રમ દરમિયાન દેશના વિવિધ 45 સ્થળોએ સરકારના અનેક મંત્રીઓ સરકારી મેળામાં ભાગ લેશે.

આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકાર દ્રારા લાખો યુવાનોને સરકારી નોકરી આપવામાં આવે છે. દેશભરના યુવાનોને જુનિયર એન્જિનિયર, લોકો પાઈલટ, ટેકનિશિયન, ઈન્સ્પેક્ટર, સામાજિક સુરક્ષા અધિકારીઓ, શિક્ષકો, નર્સો, આવકવેરા અધિકારીઓ જેવા વિવિધ સરકારી વિભાગોમાં નિમણૂક આપવામાં આવશે.

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ જયપુરમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણ ચેન્નાઈમાં, જલશક્તિ  મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત જોધપુરમાં, ભારે ઉદ્યોગ મંત્રી મહેન્દ્ર પાંડે લખનૌમાં, અર્જુન મુંડા રાંચીમાં, નીતિન ગડકરી નાગપુરમાં, ધર્મેન્દ્ર પ્રધાન ભુવનેશ્વરમાં અને હરદીપ સિંહ ભુવનેશ્વરમાં  હાજરી આપશે

મોદી સરકાર રોજગાર નિર્માણને સર્વોચ્ચ અગ્રતા આપવાની પ્રતિબદ્ધતાના ભાગરૂપે રોજગાર મેળાનું આયોજન કરી રહી છે. આ વર્ષના અંત સુધીમાં 10 લાખ સરકારી નોકરીઓનું વચન આપનાર સરકારે અત્યાર સુધીમાં 1.46 લાખ યુવાનોને નિમણૂક પત્રોનું વિતરણ કર્યું છે. સરકાર આ વર્ષના અંત સુધીમાં બાકીની 7.83 લાખ ખાલી જગ્યાઓ ભરવાની યોજના ધરાવે છે.

આ રોજગાર મેળો રોજગાર સર્જનને સર્વોચ્ચ અગ્રતા આપવાની વડાપ્રધાનની પ્રતિબદ્ધતાને પૂર્ણ કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે જોબ ફેર રોજગાર નિર્માણમાં ઉત્પ્રેરક તરીકે કામ કરશે અને યુવાનોને તેમના સશક્તિકરણ અને રાષ્ટ્રીય વિકાસમાં ભાગીદારી માટે અર્થપૂર્ણ તકો પ્રદાન કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code