Site icon Revoi.in

પીએમ મોદી ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓ સાથે સમીક્ષા બેઠક કરશે

Social Share

દિલ્હી:જી20 શિખર મંત્રણા અને સીઓપી-26માં સામેલ થઈને ભારત પરત આવ્યા પછી તરત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓની સાથે 3 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક કરશે.

બેઠકમાં પ્રથમ ડોઝના 50 ટકાથી ઓછા કવરેજ અને કોવિડ વેક્સિનના બીજા ડોઝના ઓછા કવરેજવાળા જિલ્લાઓને સામેલ કરવામાં આવશે. વડાપ્રધાન ઝારખંડ, મણિપુર, નાગાલેન્ડ, અરૂણાચલ પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય અને ઓછું રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓનાં 40થી વધુ જિલ્લા અધિકારીઓ સાથે વાતચીત કરશે. આ બેઠક વખતે આ રાજ્યોનાં મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે.

ઉલ્લેખનીય છે કે, સરકાર દ્વારા વેક્સીનેશનને લઈને તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લાખોની સંખ્યામાં વેક્સિન આપવામાં આવી રહી છે.પરંતુ ઘણા ખરા એવા પણ રાજ્ય છે જ્યાં સૌથી ઓછુ રસીકરણ થયું છે.ત્યારે પીએમ મોદી ઓછા રસીકરણ કવરેજ ધરાવતા જિલ્લાઓની અને જિલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજશે.