- 27 એપ્રિલના રોજ પીએમ મોદી મુખ્યમંત્રીઓ સાથે બેઠક યોજશે
- કોરોનાના સંક્રમણની સ્થિતિ પર કરશે ચર્ચા
દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં થોડો વધારો થયો છે, દેશના રાજ્ય દિલ્હી, ઉત્તરપ્રદેશ અને હરિયાણામાં કોરોનાના કેસોમાં ફરી એક વખત ઉછાળો આવતા તંત્રની ચિંતા વધી આ સ્થિતિ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવનારી 27 એપ્રિલના રોજ બેઠક કરે તેવી શક્યતાો સેવાઈ રહી છે.
પ્રાપ્ત જાણકારી પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 એપ્રિલને બુધવારના રોજ દેશમાં કોવિડ-19ની ઉભરી રહેલી સ્થિતિ પર એક મહત્વપૂર્ણ બેઠક કરશે. આ દરમિયાન પીએમ મોદી તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વાતચીત અને ચર્ચાઓ કરશે. આ બેઠકનું આયોજન વીડિયો કોન્ફરન્સ દ્વારા કરવામાં આવશે આ બેઠકમાં દેશમાં કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ પણ આ મામલે પ્રેઝન્ટેશનરજૂ કરશે. ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની મંત્રીઓ સાથેની આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ વધવા લાગ્યા છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા દિવસે કોરોના વાયરસના ચેપના 2,527 નવા કેસ નોંધાયા છે. જે કોરોનાના કેસમાં વધારો દર્શાવે છે આવી સ્થિતિમાં રાજ્યના મંત્રીઓની ચિંતા વધી છે ત્યારે હવે પીએમ મોદીએ પમ રાજ્યોના મંત્રીઓ સાથે ખાસ બેઠક કરી આ અંગેની ચર્ચા કરશે