- દાહોદમાં આજે અન્નોત્સવ કાર્યક્રમ યોજાશે
- અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે પીએમ મોદી વાત
- ગુજરાતમાં સીએમ રૂપાણી અને ડે.સીએમ નીતિન પટેલની સરકારના 5 વર્ષ
દાહોદ: ગુજરાતમાં 3 ઓગસ્ટ મંગળવારના રોજ અન્નોત્સવ કાર્યક્રમ યોજાશે. ગુજરાતમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે પૂરા કરેલ પાંચ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવશે અને પીએમ મોદી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાના લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે.
આ કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓ સાથે ગુજરાતના ગ્રામ્યકક્ષાના નાગરિકોના જીવનમાં કેવી રીતે પરિવર્તન આવ્યુ છે. આ યોજના થકી કેવા કેવા લાભ મળ્યા છે. વગેરે અંગે વાતચીત કરશે.
આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, અન્ન અને પૂરવઠા પ્રધાન જયેશ રાદડીયા, દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, મુખ્ય સચિવ અનિલ મૂકીમ સહીત આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
ગુજરાતના ૧૭ હજાર પંડિત દિનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી ‘અન્નોત્સવ’ કાર્યક્રમ અન્વયે 4.25 લાખ ગરીબ અને અંત્યોદય પરિવારોને વ્યકિત દિઠ 5 કિલો અનાજની કિટ વિનામૂલ્યે આપવામાં આવશે. દાહોદ જિલ્લાની તમામ સસ્તા અનાજની દુકાન ખાતેથી યોજનાના લાભાર્થીઓને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે.