PM મોદી આજે કરશે ‘મન કી બાત’, 95મો એપિસોડ પ્રસારિત થશે
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે સવારે 11 વાગ્યે તેમનો માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ કરશે.આ કાર્યક્રમમાં પીએમ મોદી દેશવાસીઓને સંબોધિત કરશે.મન કી બાતનો આ 95મો એપિસોડ હશે.PM મોદી મહિનાના છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ દ્વારા દેશવાસીઓને સંબોધિત કરે છે.
આ વખતે પીએમ વિજ્ઞાન ભવનમાં સેનાપતિ લચિતની 400મી જન્મજયંતિ, બંધારણ દિવસ વિશે વાત કરી શકે છે.ગુજરાતની આવનારી ચૂંટણી પર પણ સંદેશ આપી શકે છે.
મન કી બાતના 94મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધિત કરતી વખતે પીએમ મોદીએ ઘણા વિષયો પર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે,દેશને વિકસિત બનાવવાનું લક્ષ્ય દરેકના પ્રયાસોથી જ પ્રાપ્ત કરી શકાય છે.છેલ્લા એપિસોડમાં પીએમ મોદીએ સૌર ઉર્જા પર પણ વિગતવાર વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે સૌર ઉર્જાથી દેશમાં ઘણું પરિવર્તન આવી રહ્યું છે.