પીએમ મોદી આજે બેંગલુરુ ખાતે ઇન્ડિયા એનર્જી વિકનો કરશે આરંભ…E 20 પેટ્રોલનું કરશે ઉદ્ઘાટન
- પીએમ મોદી ઇન્ડિયા એનર્જી વીકનો કરશે આરંભ
- E 20 પેટ્રોલનું કરશે ઉદ્ઘાટન
બેંગલુરુઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ સોમવારે બેંગલુરુમાં ઈન્ડિયા એનર્જી વીકની શરૂઆત કરાશે. આ પ્રસંગે સૌર અને પરંપરાગત ઉર્જા સંચાલિત રસોઈ પ્રણાલીનું અનાવરણ પણ પીએમ મોદી કરશે ઉપરાંત 20 ટકા ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલનું ઉદ્ઘાટન કરશે.
આ એનર્જી વિકની ઉજવણીમાં ઊર્જા ક્ષેત્રની અગ્રણી કંપનીઓ, 8 હજાર પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.આ સહીત 80 સેશનમાં 500 આંતરરાષ્ટ્રીય વક્તાઓ પોતાના મંતવ્યો રજૂ કરતા જોવા મળશે.ઈન્ડિયા એનર્જી વીક (IEW) 2023 6 થી 8 ફેબ્રુઆરી દરમિયાન બેંગલુરુમાં યોજાશે, જેનો ઉદ્દેશ્ય ઉર્જા સંક્રમણ પાવરહાઉસ તરીકે ભારતની વધતી જતી પરાક્રમને પ્રદર્શિત કરવાનો છે, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે.
આથી વિશેષ 13 રાજ્યોમાં 100 પેટ્રોલ પંપ પરથી પાયલોટ પ્રોજેક્ટ તરીકે E-20 યોજના શરૂ કરશે, જેમાં વીસ ટકા ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ વેચવામાં આવશે. આ સિવાય ઘરેલું વપરાશમાં સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે સોલાર કૂકટોપ્સ, રિસાયકલ પ્લાસ્ટિકની બોટલોમાંથી બનાવેલા કપડાં પણ દેશને પીએમ મોદીના હસ્તે સોંપાશે.
વડાપ્રધાન મોદી 20 ટકા ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલ પણ લોન્ચ કરશે. ઇથેનોલ સંમિશ્રણ યોજનાને અનુરૂપ, વડા પ્રધાન 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓના 84 રિટેલ આઉટલેટ્સ પર E20 ઇંધણ લોન્ચ કરશે,
આ સહીત કહેવામાં આવ્યું છે કે E20 એ ગેસોલિન સાથે 20 ટકા ઇથેનોલનું મિશ્રણ છે. નિવેદન અનુસાર, સરકારનું લક્ષ્ય 2025 સુધીમાં ઇથેનોલનું સંપૂર્ણ 20 ટકા મિશ્રણ હાંસલ કરવાનું છે. આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે, OMCs 2G-3G ઇથેનોલ પ્લાન્ટ સ્થાપી રહી છે.
ઈન્ડિયા એનર્જી વીક એ G20 પ્રેસિડેન્સી હેઠળ આયોજિત થનારી પ્રથમ મોટી ઈવેન્ટ છે. જેમાંચીન, રશિયા સહિત 34 દેશોના ઉર્જા મંત્રીઓ અને રાજ્યોના વડાઓ, ઉર્જા ક્ષેત્રના 30 હજાર નિષ્ણાતો, 650 નિષ્ણાતોની હાજરી પણ જોવા મળશે આ ગ્રીન એનર્જી ક્ષેત્રે ભારતના વધતા પગલાઓને ચિહ્નિત કરતી આ ઈવેન્ટની ભવ્યતા દર્શાવે છે.