- પીએમ મોદી 13 ડિસેમ્બરે વિશ્વનાથ ધામ શ્રદ્ધાળુંઓ ને સપર્મિત કરશે
- પીએમ મોદી સાથે આ કાર્યક્રમમાં કુલ 18 સીએમ હાજર રહેશે
દિલ્હીઃ- ઉત્તરપ્રદેશની કાશી દેશભરમાં જાણીતું પવિત્ર ઘાર્મિક સ્થાન છે,જ્યા લાખો ભક્તો આવતા હોય છે, ત્યારે સર્વવિદ્યાની રાજધાની કાશીમાં 13 ડિસેમ્બરના રોજ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કાશીપુરાધિપતિના દરબારને શ્રદ્ધાળુઓને અર્પણ કરવામાં આવશે ,આ દરમિયાન 18 રાજ્યોના મુખ્ય મંત્રીઓ પણ હાજર રહેશે. પીએમ મોદીની સાથે ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સામાજિક સમરસતા, અખંડિતતા અને એકતાનો સંદેશ આપશે.
કાશીના સાંસ્કૃતિક વારસામાં સહભાગી બન્યા બાદ 14 ડિસેમ્બરના રોજ કાશી વિશ્વનાથ ધામમાં તમામ મુખ્યમંત્રીઓનું સંમેલન યોજાશે.આ 14 રાદ્યોમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, ગુજરાત, હરિયાણા, ગોવા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, કર્ણાટક, પુડુચેરીના સીએમનો સમાવેશ થાય છે,ઉલ્લેખનીય છે કે આ રાજયોના સીએમને સરકારો વતી કાશીની ઉજવણીમાં ભાગ લેવા માટે. કાર્યક્રમમાં જોડાવા અંગેની પ્રાથમિક માહિતી સરકારને મોકલી આપવામાં આવી છે.
કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટનના બીજા દિવસે એટલે કે 14 ડિસેમ્બરે મંદિર ચોકમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓનું સંમેલન યોજાવાનું છે. જેમાં ભાજપની સાથે ગઠબંધન પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેમાં 13મી ડિસેમ્બરે મહાદેવના ભવ્ય દરબારના ઉદ્ઘાટનમાં ઉપસ્થિત રહેવા માટે હાકલ કરવામાં આવી રહી છે. મોટાભાગના રાજ્યોના મુખ્યમંત્રીઓ 13 ડિસેમ્બરે જ કાશી પહોંચી રહ્યા છે.
ભવ્ય કાશી-દિવ્ય કાશી અભિયાન
કાશી વિશ્વનાથ ધામના ઉદ્ઘાટન પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 17 ડિસેમ્બરે સૂચિત મેયર્સ કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ રીતે હાજરી આપશે. આખા મહિના દરમિયાન ચાલનારા ભવ્ય કાશી-દિવ્ય કાશી અભિયાન હેઠળ દેશભરના મોટા શહેરોના મેયર આ સંમેલનમાં ધામના મંદિર ચોકમાં એક થશે. જ્યા મેયર વડાપ્રધાન સમક્ષ તેમના શહેરોમાં હેરિટેજના પુનઃજીવિત કરવા માટે કરવામાં આવી રહેલા કાર્યોની રજૂઆત પણ કરશે.