- પીએમ મોદી ગ્લોબલ બૌદ્ધ સમિટનું આજે ઉદ્ઘાટન કરશે
- અનેક દેશના પ્રતિનિધિઓ લેશે ભાગ
દિલ્હી- આજરોજ દેશની રાજધાની દિલ્હી ખઆતે યોજાનારી 2 દિવસીય વૈશ્વિક બૌદ્ધ સમિટનું પીએમ મોદી ઉદ્ધાટન કરશે.આ સમિટને સંબોધિત પણ કરશે .આ સમિટનો હેતુ વિશ્વને બૌદ્ધ જીવનની ફિલસૂફી સાથે જોડવા અને ભગવાન બુદ્ધના અમૃત મહોત્સવમાં વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવવાનો છે,ભારત દ્વારા આયોજિત થનારી આ પ્રથમ કોન્ફરન્સ છે.
આ સમિટમાં વિશ્વભરના બૌદ્ધ ધર્મને અનુસરતા લગભગ 30 દેશોના 170 થી વધુ પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સાથે ભારતના વિવિધ બૌદ્ધ મઠોના 150 પ્રતિનિધિઓ પણ આ સંમેલનમાં ભાગ લેશે.આ બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની સાથે સાથે ફેડરેશનના વડાનું માર્ગદર્શન અને ભવિષ્યની દિશા અને આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
આ સિમટમાં જ્યાં બૌદ્ધ ધર્મમાં માનતા વિશ્વના લગભગ 30 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, ત્યાં ચીને દૂરી બનાવી છે, આ સહીત આ ઈવેન્ટ ઈન્ટરનેશનલ બૌદ્ધ સંઘ અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી છે.