- પ્રધાનમંત્રી સંગ્રહાલયનું થશે ઉદ્દઘાટન
- પીએમ મોદી કરશે ઉદ્દઘાટન
- આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઉજવણી
દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી એપ્રિલ એટલે કે આવતીકાલે સવારે 11 વાગ્યે પ્રધાનમંત્રી સંગ્રહાલયનું ઉદ્દઘાટન કરશે.આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ ઉજવણી થઈ રહી છે.
રાષ્ટ્રનિર્માણમાં ભારતના તમામ પ્રધાનમંત્રીઓનાં યોગદાનને સન્માનિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વિઝન દ્વારા માર્ગદર્શિત પ્રધાનમંત્રી સંગ્રહાલયએ સ્વતંત્રતા પછીના ભારતના દરેક પ્રધાનમંત્રીને તેમની વિચારધારા અથવા કાર્યકાળને ધ્યાનમાં લીધા વિના બિરદાવલી છે. તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં એક સમાવેશી પ્રયાસ છે,જેનો ઉદ્દેશ્ય યુવા પેઢીને આપણા તમામ પ્રધાનમંત્રીઓનાં નેતૃત્વ, વિઝન અને સિદ્ધિઓ વિશે સંવેદનશીલ બનાવવાનો અને પ્રેરણા આપવાનો છે.
જૂના અને નવાના એકીકૃત સંમિશ્રણનું પ્રતિનિધિત્વ કરતું આ સંગ્રહાલય અગાઉના તીન મૂર્તિ ભવનને એક કરીને બ્લોક I તરીકે નિર્દિષ્ટ કરે છે, જેમાં નવા બંધાયેલાં બિલ્ડિંગને બ્લોક II તરીકે નિર્દિષ્ટ કરવામાં આવે છે. બેઉ બ્લોકનું કુલ ક્ષેત્રફળ 15,600 ચોરસ મીટરથી વધુ છે.
મ્યુઝિયમની ઈમારતની ડિઝાઈન ઉદય થતાં ભારતની ગાથાથી પ્રેરિત છે, જે તેના નેતાઓના હાથ દ્વારા આકાર અને ઘડવામાં આવી છે. ડિઝાઇનમાં ટકાઉ અને ઊર્જા સંરક્ષણ પદ્ધતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોજેક્ટનાં કામ દરમિયાન એક પણ વૃક્ષ કાપવામાં આવ્યું નથી કે ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું નથી. સંગ્રહાલયનો લોગો રાષ્ટ્ર અને લોકશાહીનું પ્રતીક ધરાવતું ધર્મ ચક્ર ધરાવતા ભારતના લોકોના હાથનું પ્રતિનિધિત્વ કરે છે.
સંગ્રહાલય માટેની માહિતી પ્રસાર ભારતી, દૂરદર્શન, ફિલ્મ વિભાગ, સંસદ ટીવી, સંરક્ષણ મંત્રાલય, મીડિયા ગૃહો (ભારતીય અને વિદેશી), વિદેશી સમાચાર એજન્સીઓ વગેરે જેવી સંસ્થાઓ સાથે સંસાધનો/ભંડાર દ્વારા એકત્રિત કરવામાં આવી હતી. આર્કાઇવ્સનો યોગ્ય ઉપયોગ (એકત્રિત કૃતિઓ અને અન્ય સાહિત્યિક કૃતિઓ, મહત્વપૂર્ણ પત્રવ્યવહાર), કેટલીક અંગત વસ્તુઓ, ભેટ અને સ્મૃતિઓ (અભિવાદન, સન્માન, ચંદ્રકો, સ્મારક સ્ટેમ્પ્સ, સિક્કા, વગેરે), પ્રધાનમંત્રીઓનાં ભાષણો અને વિચારધારાઓની પ્રસંગ કથામાં રજૂઆત અને પ્રધાનમંત્રીઓનાં જીવનનાં વિવિધ પાસાઓને વિષયોનાં સ્વરૂપમાં પ્રતિબિંબિત કરવામાં આવ્યું છે.
આ સંગ્રાહાલયમાં કન્ટેન્ટ-વિષયવસ્તુમાં વિવિધતા અને ડિસ્પ્લે વારંવાર બદલાય એ માટે અત્યાધુનિક ટેકનોલોજી-આધારિત ઇન્ટરફેસનો ઉપયોગ કરાયો છે. હોલોગ્રામ્સ, વર્ચ્યુઅલ રિયાલિટી, ઓગમેન્ટેડ રિયાલિટી, મલ્ટી-ટચ, મલ્ટીમીડિયા, ઇન્ટરેક્ટિવ કિઓસ્ક, કોમ્પ્યુટરાઇઝ્ડ કાઇનેટિક સ્કલ્પચર્સ, સ્માર્ટફોન એપ્લિકેશન્સ, ઇન્ટરેક્ટિવ સ્ક્રીન્સ, એક્સપેરિએન્શિયલ ઇન્સ્ટોલેશન વગેરે પ્રદર્શન સામગ્રીને અત્યંત અરસપરસ અને આકર્ષક બનાવે છે, મુલાકાતીને રોકી રાખે છે.
સંગ્રહાલયમાં કુલ 43 ગૅલેરીઓ છે. સ્વતંત્રતા સંગ્રામ અને બંધારણનાં ઘડતર પરના પ્રદર્શનોથી શરૂ કરીને, સંગ્રહાલય એ ગાથા કહે છે કે કેવી રીતે આપણા પ્રધાનમંત્રીઓએ વિવિધ પડકારોમાંથી રાષ્ટ્રનું સંચાલન કર્યું અને દેશની સર્વાંગી પ્રગતિ સુનિશ્ચિત કરી.