- પીએમ મોદી બે દિવસીય ગ્લોબલ બૌદ્ધ સમિટનું કરશે ઉદ્ઘાટન,
- અમૃત મહોત્સવમાં વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવવામાં ચીન નહી સામેલ થાય
દિલ્હીઃ- દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 20-21 એપ્રિલના રોજ નવી દિલ્હીમાં યોજાનારી વૈશ્વિક બૌદ્ધ સમિટને સંબોધિત કરશએ અને તેનો આરંભ કરાવશે, જો કે વિશ્વને બૌદ્ધ જીવનની ફિલસૂફી સાથે જોડવા અને ભગવાન બુદ્ધના અમૃત મહોત્સવમાં વિશ્વ શાંતિનો સંદેશ ફેલાવવા માટે ચીને આ સમિટથી દૂર રહેવાનો નિર્ણય સલીધો છે.
પીએમ મોદી તેના ઉદઘાટન સત્રને સંબોધિત કરશે. વિશ્વભરના બૌદ્ધ ધર્મને અનુસરતા લગભગ 30 દેશોના 170 થી વધુ પ્રતિનિધિઓ આ સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે ભારતના વિવિધ બૌદ્ધ મઠોના 150 પ્રતિનિધિઓ પણ આ સંમેલનમાં ભાગ લેશે.
આ બે દિવસીય કોન્ફરન્સમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાની સાથે સાથે ફેડરેશનના વડાનું માર્ગદર્શન અને ભવિષ્યની દિશા અને આયોજન અંગે પણ ચર્ચા કરવામાં આવશે.આ સિમટમાં જ્યાં બૌદ્ધ ધર્મમાં માનતા વિશ્વના લગભગ 30 દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, ત્યાં ચીનનો કોઈ પ્રતિનિધિ તેમાં ભાગ લેતા જોવા મળશે નહી,
આ સમિટને લઈને ગ્લોબલ બુદ્ધિસ્ટ સમિટના સંગઠન વિશે માહિતી આપતા કેન્દ્રીય પર્યટન અને સંસ્કૃતિ મંત્રી જી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે આ ઈવેન્ટ ઈન્ટરનેશનલ બૌદ્ધ સંઘ અને સંસ્કૃતિ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવી રહી છે.