- ઈન્ડિયન એક્સ્પો માર્ટ ખાતે વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ઘાટન
- PM મોદી આજે કરશે વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ઘાટન
- ચાર દિવસ સુધી ચાલશે આ કાર્યક્રમ
લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ઈન્ડિયન એક્સ્પો માર્ટ ખાતે વર્લ્ડ ડેરી સમિટનું ઉદ્ઘાટન કરશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે કોન્ફરન્સની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને નિર્દેશો આપ્યા હતા.યોગીએ નોઈડા એરપોર્ટના નિર્માણ કાર્યનું પણ નિરીક્ષણ કર્યું હતું.
ભારત બીજી વખત વર્લ્ડ ડેરી સમિટનું આયોજન કરી રહ્યું છે.1974માં પણ દેશે વર્લ્ડ ડેરી કોંગ્રેસનું આયોજન કર્યું હતું, ત્યારબાદ ડેરીમાં આત્મનિર્ભરતાનું લક્ષ્ય નક્કી કર્યું હતું.આમાં દેશે નોંધપાત્ર સિદ્ધિ મેળવી છે.આ કોન્ફરન્સમાં પોષણ અને આજીવિકા માટે ડેરી વિષય પર ચર્ચા કરવામાં આવશે.તેમાં 50 દેશોના લગભગ 1433 પ્રતિનિધિઓ ભાગ લેશે.
આ સાથે 800 થી વધુ ડેરી ખેડૂતો ભાગ લેશે.વડાપ્રધાન ભારતીય શ્વેત ક્રાંતિના ઈતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ પર એક ટૂંકી ફિલ્મ પણ નિહાળશે.આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને VIP હાજર રહેશે.
15 સપ્ટેમ્બર સુધી યોજાનારી કોન્ફરન્સ માટે રવિવારે દિવસભરની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.ઉપરાંત, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિરીક્ષણ કર્યું હતું અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે વડા પ્રધાન અને 50 દેશોમાંથી આવતા નિષ્ણાતોની સુરક્ષા અને અન્ય વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.
કાર્યક્રમમાં યોગી આદિત્યનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્માઈ દૂધ ઉત્પાદનમાં પોતપોતાના રાજ્યોની ભાગીદારી અને આ દિશામાં નવા સંશોધનો વિશે માહિતી આપશે.આ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ પણ સંમેલનને સંબોધિત કરશે.