પીએમ મોદી આજે સાંજે ભારત મંડપમ ખાતે જી 20 સાથે સંકળાયેલા લોકો સાથે કરશે સંવાદ – 3 હજાર લોકોની સભા સંબોઘિત કરશે
દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ સાંજે ભારત મંડપમ ખાતે ટીમ G20 સાથે વાર્તાલાપ કરશે. કાર્યાલય દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. પીએમ આ પ્રસંગે સભાને સંબોધિત કરશે.મંત્રણા પછી રાત્રિભોજન પણ થશે. આ કાર્યક્રમમાં લગભગ 3,000 લોકો ભાગ લેશે, જેણે G20 સમિટની સફળતામાં યોગદાન આપ્યું છે.
પીએમ મોદી આ પ્રસંગે સભાને પણ સંબોધિત કરશે. રાત્રિભોજન પછી વાર્તાલાપ થશે. આ વાર્તાલાપમાં લગભગ ત્રણ હજાર લોકોની ભાગીદારી જોવા મળશે, જેમણે G20 સમિટની સફળતામાં યોગદાન આપ્યું છે. તેમાં ખાસ કરીને એવા લોકોને સામેલ કરવામાં આવશે જેમણે સમિટનું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે ગ્રાઉન્ડ લેવલ પર કામ કર્યું છે.
આમાં વિવિધ મંત્રાલયોના ક્લીનર્સ, ડ્રાઇવરો, વેઇટર્સ અને અન્ય સ્ટાફ જેવા કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ વાર્તાલાપમાં વિવિધ વિભાગોના મંત્રીઓ અને અધિકારીઓ પણ હાજરી આપશે.
ઉલ્લેખનીય છે કે G-20 સંમેલન સફળ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ખુશ છે. એક સારી પહેલ કરીને, તેમણે કોન્ફરન્સ દરમિયાન સુરક્ષા માટે તૈનાત તમામ પોલીસકર્મીઓને ભોજન માટે આમંત્રણ પત્રો મોકલ્યા હતા. ત્યારે હવે આજની સભાને પીએમ મોદી સંબોઘિત કરશએ જેમાં 3 હજાર જેટલા લોકો ઉપસ્થિતિ રહેવાની શક્યતાઓ છેે