Site icon Revoi.in

આજે પીએમ મોદી આત્મનિર્ભર નારીશક્તિ સાથે કરશે સંવાદઃ આ કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજીત

Social Share

દિલ્હીઃદેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અવાર નવાર દેશની જનતા સાથે સીધો સંવાદ કરતા જોવા મળે છે, કોલેજ કે શાળાના વિદ્યાર્થીઓ હોય કે કોઈ ક્ષેત્રમાં મેળવેલી સિદ્ધી પ્રાપ્ત કરનાર હોય પીએમ મોદી સતત પ્રોત્સાહન પણ આપતા હોય છે, આ સાથે જ દેશની જનતાના સતત સંપર્કમાં રહીને દેશની જતાને સાંભળતા હોય છે, ત્યારે હવે એવી મહિલાઓ કે જેણે આત્મનિર્ભરની દિશામાં રહીને પોતાની એક ઓળખ બનાવી છે,આત્મનિર્ભર બનીને કંઈક કરી બતાવ્યું છે, આવી નારીશક્તિ સાથે પીએમ મોદી આજે ચર્ચા કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજ રોજ ગુરુવારે  બપોરે 12-30 વાગ્યે  આત્મનિર્ભર મહિલા શક્તિ સાથે સંવાદ કાર્યક્રમમાં ભાગ લેનાર છે. આ દરમિયાન તેઓ દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ કાર્યરત મહિલા એનજીઓના સભ્યો સાથે પણ વાતચીત કરતા જોવા મળશે.મળતી માહિતી પ્રમાણે આ ઇવેન્ટ વીડિયો કોન્ફરન્સ દ્વારા આયોજીત કરવામાં આવનાર છે.

પીએમ મોદી આ પ્રસંગે 4 લાખથી વધુ એસએચજીને 1,625 કરોડ રૂપિયાની મૂડીકરણ સહાય જાહેર કરશે. પ્રધાનમંત્રી માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝની રચના હેઠળ 2500 કરોડની પ્રારંભિક રકમ 7 હજાર 500 એસએચજી ક્લસ્ટરોને પણ રજૂ કરશે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું છે કે, “ભારતમાં મોટી સંખ્યામાં સ્વંયં સહાયતા સમૂહ છે જે મહિલા સશક્તિકરણમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે. તેઓ ‘આત્મનિર્ભર નારીશક્તિ સે સંવાદ’માં ભાગ લેશે. કાર્યક્રમ દરમિયાન, મને મહિલા SHG સભ્યો સાથે વાતચીત કરવાનો અવસર મળ્યો . વિકાસલક્ષી સહાય પણ આપવામાં આવશે. વિવિધ એસએચજીને બસહાય પુરી પાડવામાં આવશે જેનાથી આ જૂથોની કામગીરીને વેગ મળશે અને વધુ મહિલાઓને રાષ્ટ્રીય કલ્યાણમાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવશે. “