પીએમ મોદી આજે વારાણસીમાં 37 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે, બપોરે સેવાપુરીના બરકી ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં લેશે ભાગ
લખનૌ – પીએમ મોદી આજ રોજ સોમવારે વારાણસીમાં આશરે 20 હજાર કરોડ રૂપિયાની 37 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે. તેઓ વારાણસીના ઉમરાહામાં નવનિર્મિત સ્વરવેદ મહા મંદિરનું ઉદ્ઘાટન પણ કરશે. ત્યારબાદ મોદી તેમના મતવિસ્તારના સેવાપુરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે.
પીએમ તેમના સંસદીય ક્ષેત્રના ગ્રામીણ વિસ્તાર સેવાપુરીમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. કાશી સંસદ સ્પોર્ટ્સ કોમ્પિટિશન 2023ના સહભાગીઓ કેટલીક લાઇવ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ જોયા પછી, તે ઇવેન્ટના વિજેતાઓ સાથે પણ વાર્તાલાપ કરશે. કાર્યક્રમ દરમિયાન તેઓ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાર્તાલાપ કરશે.
પીએમ મોડી સવારે 10.45 કલાકે સ્વરવેદા મહામંદિર જશે. અહીં યજ્ઞના સમાપનમાં હાજરી આપ્યા બાદ તેઓ સવારે સાડા અગિયાર વાગ્યે એક જાહેર કાર્યક્રમમાં તેનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 1 વાગ્યે, વડાપ્રધાન સેવાપુરીના બરકી ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. અહીં જાહેર સભાને સંબોધતા પહેલા તેઓ રૂ. 19,150 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
વધુ માહિતી મુજબ પીએમ મોદી 10 હજાર 900 કરોડના ખર્ચે નિર્મિત નવા પંડિત દીનદયાળ ઉપાધ્યાય નગર-નવા ભાઈપુર ડેડીકેટેડ ફ્રેઈટ કોરિડોર પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. ઉપરાંત તેઓ વિવિધ રેલ્વે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન પણ કરશે જેમાં બલિયા-ગાઝીપુર સિટી રેલ લાઇન ડબલિંગ પ્રોજેક્ટ અને ઇન્દારા-દોહરીઘાટ રેલ લાઇન ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
આ સહિત પીએમ મોદી ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર ખાતે વારાણસી-નવી દિલ્હી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, દોહરીઘાટ-મૌ મેમુ ટ્રેન અને લાંબા અંતરની માલગાડીને લીલી ઝંડી બતાવશે. તેઓ બનારસ લોકમોટિવ વર્ક્સ દ્વારા બનાવેલા 10 હજારમાં લોકોમોટિવને પણ ફ્લેગ ઓફ કરાવશે. ઉપરાંત તેઓ સ્માર્ટ સિટી મિશન હેઠળ, પ્રવાસીઓની વિગતવાર માહિતી માટેની વેબસાઇટ અને યુનિફાઇડ ટૂરિસ્ટ પાસ સિસ્ટમ પણ લોન્ચ કરશે.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે મોદીએ નમો ઘાટ ખાતે કાશી તમિલ સંગમના બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે સંબોધન કરતાં તેમણે કહ્યું કે કાશી અને તમિલનાડુ વચ્ચેનો સંબંધ ભાવનાત્મક તેમજ સર્જનાત્મક છે અને કાશી તમિલ સંગમ એક એવું મંચ બની ગયું છે જેણે બંને પ્રદેશોમાં વિવિધ ક્ષેત્રોને એકબીજા સાથે વાર્તાલાપ કરવાની તક પૂરી પાડી છે.