પીએમ મોદી 2 જાન્યુઆરીના રોજ મેરઠ ખાતે મેજર ધ્યાનચંદ યૂનિ.નો શિલાન્યાસ કરશે – કાર્યક્રમની તૈયારીઓ શરુ
- પીએમ મોદી 2જી જાન્યુઆરીએ મેરઠની મુલાકાત લેશે
- મેજર ધ્યાનચંદ યૂનિ.નો શિલાન્યાસ કરશે
લખનૌઃ- પીએમ મોદિ નવા વર્ષની શરુઆત 2જી જાન્યુઆરીના રોજ મેરઠની મુલાકાત લેનાર છે, અહી તેઓ સ્પોર્ટ્સ યુનિવર્સિટીના શિલાન્યાસ કરશે. 2 જાન્યુઆરીએ મેરઠના સરથાના સલાવા ખાતે પીએમ મોદીની બેઠક માટે વહીવટી તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. વહીવટી અધિકારીઓ પીએમ નરેન્દ્ર મોદીની સભાની તૈયારીમાં વ્યસ્ત છે.
વિતેલા દિવસને શનિવારે રેલીના સ્થળે ટેન્ટનો સામાન પણ આવવા લાગ્યો હતો. એસડીએમ અને અન્ય અધિકારીઓ રેલીના સ્થળે કામગીરી કરી રહ્યા છે. આ માટે . પીડબલ્યૂડી ને 40 હજાર લોકોના બેસવા, પ્લેટફોર્મ અને હેલિપેડ વગેરેની જવાબદારી આપવામાં આવી છે. મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટી સરથાણાના સલાવા ખાતે બનાવવામાં આવનાર છે.
2 જાન્યુઆરીએ પીએમ મોદી અને સીએમ યોગી યૂનિવર્સિટીનો શિલાન્યાસ કરવાના છે. પીએમ નરેન્દ્ર મોદીનો આ કાર્યક્રમ સલવાના કાવંદ માર્ગ પાસે રનિંગ ટ્રેક પર યોજાવાનો છે. વહીવટી અધિકારીઓ રેલીની તૈયારીઓમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. કમિશનર, ડીએમ, આઈજી, ડીઆઈજી અને અન્ય અધિકારીઓનું સંપૂર્ણ ધ્યાન આ સમયે સલાવા પર કાર્યરત છે.
આ કાર્યક્રમને લઈને અનેક ઉચ્ચ એધિકારીઓ સલાવા પહોંચીને વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા છે. આ સાથે જ સભા અને શિલાન્યાસ કાર્યક્રમની વ્યવસ્થા તેમના હાથમાં છે. બીજી તરફ રેલીના સ્થળે સફાઈની કામગીરી સતત ચાલી રહી છે.આ સાથે જ શનિવારે પણ ઘણા અધિકારીઓએ રેલી સ્થળની મુલાકાત લીધી હતી અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.