PM મોદી આવતીકાલે ઇન્ડોનેશિયા જવા રવાના થશે,G20 સમિટમાં લેશે ભાગ
દિલ્હી:PM મોદી આવતીકાલે ઇન્ડોનેશિયામાં 14 નવેમ્બરથી શરૂ થનારી G20 સમિટમાં ભાગ લેવા માટે બાલી જવા રવાના થશે.વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી ઇન્ડોનેશિયાના બાલીમાં 17મી જી-20 સમિટમાં ભાગ લેશે.બાલી સમિટ દરમિયાન, પીએમ મોદી અને અન્ય G20 નેતાઓ વૈશ્વિક અર્થતંત્ર, ઉર્જા, પર્યાવરણ, કૃષિ, આરોગ્ય અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે.
સમિટ દરમિયાન ત્રણ કાર્યકારી સત્રો હશે, ક્વાત્રાએ કહ્યું, જેમાં વડાપ્રધાન ભાગ લેશે.તેમાં ખાદ્ય અને ઉર્જા સુરક્ષા, ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.
તે જ સમયે, ઇન્ડોનેશિયામાં ભારતીય રાજદૂત મનોજ કુમાર ભારતીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીની ઇન્ડોનેશિયાની આ મુલાકાત ભલે ઘણી ટૂંકી છે, પરંતુ વ્યૂહાત્મક રીતે આ મુલાકાત ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે.