Site icon Revoi.in

પીએમ મોદી 5 ઓક્ટોબરે લખનઉ જશે,સીએમ યોગીએ સ્થળનું કર્યું નિરીક્ષણ   

Social Share

લખનઉ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 ઓક્ટોબરે લખનઉની મુલાકાત લેશે અને અહીં ઈન્દિરા ગાંધી ફાઉન્ડેશન ખાતે આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે.વડાપ્રધાનના સૂચિત કાર્યક્રમને જોતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શનિવારે ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાનનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું.

મુખ્યમંત્રી કાર્યાલયે શનિવારે ટ્વિટ કર્યું કે,વડાપ્રધાનના સૂચિત કાર્યક્રમને જોતા સંબંધિત અધિકારીઓને તમામ તૈયારીઓ સમયબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે જરૂરી નિર્દેશ આપવામાં આવ્યા હતા.મુખ્યમંત્રી સાથે શહેરી વિકાસ મંત્રી આશુતોષ ટંડન સહિત અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન 5 ઓક્ટોબરે શહેરી વિકાસ વિભાગના એક કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચિત કાર્યક્રમ અંગે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.

કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા આઝાદીના 75 માં વર્ષ નિમિત્તે ઉજવવામાં આવતા ‘અમૃત મહોત્સવ’ અંતર્ગત લખનઉમાં 3 દિવસનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવી રહ્યો છે. ‘ચેન્જિંગ અર્બન એન્વાયરમેન્ટ’ થીમ પર આધારિત આ કાર્યક્રમ 5 થી 7 ઓક્ટોબર દરમિયાન ઇન્દિરા ગાંધી પ્રતિષ્ઠાન ખાતે આયોજિત કરવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમનું ઉદ્દઘાટન કરશે.

શહેરી વિકાસ મંત્રી આશુતોષ ટંડનના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમમાં શહેરી વિકાસને લગતી 75 નવી ટેકનોલોજી પર આધારિત પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે.આ ઉપરાંત રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા એક પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવશે.આ પ્રદર્શનમાં રાજ્યના તમામ શહેરોમાં થયેલા વિકાસનું પ્રદર્શન બતાવામાં આવશે. શહેરી વિકાસ મંત્રીએ કહ્યું કે,આ કાર્યક્રમમાં દેશભરમાંથી શહેરી વિકાસ વિભાગ સાથે સંબંધિત અધિકારીઓ અને નિષ્ણાતો ભાગ લેશે.