- પીએમ મોદી આજે ઓસ્ટ્રેલિયા માટે રવાના થશે
- મંગળવારના રોજ એ ક ઈવેન્ટમાં ભઆરતીય સમુદાયને સંબોધિત કરશે
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી ગઈકાલે પાપુઆ ન્યુ ગિની પહોચ્યા હતા ત્યારે હવે આજરોજ સોમવારે તેઓ અહીંથી ઓસ્ટ્રેલિયાના સિડની માટે રવાના થવા છે,પ્રાપ્ત વિગત પ્રમાણે પીેમ મોદીના ભવ્ય સ્વાગત માટે અગાઉથી જ સિડનીના વહિવટ તંત્રએ તૈયારીઓ કરી લીધી છે ત્યારે હવે સિડની લોકો પણ પીએમ મોદીના આગમનને લઈને આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આઐ બાબતને લઈને ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસે કહ્યું છે કે તેઓ સિડનીમાં પીએમ મોદી સાથે ઓસ્ટ્રેલિયાના વાઇબ્રન્ટ ભારતીય સમુદાય સાથે ઉજવણી કરવા ખૂબ જ ઉત્સુક છે. તેમણે કહ્યું કે પીએમ મોદીની મેજબાની કરીને હું સન્માનિત છું.
આ સાથે જ ઓસ્ટ્રેલિયાના પીએમ એ એમ પણ જણાવ્યુંહતું કે ઓસ્ટ્રેલિયા અને ભારત સ્થિર, સુરક્ષિત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિક માટે પ્રતિબદ્ધતા ધરાવે છે. મિત્રો અને ભાગીદારો તરીકે સાથે મળીને ભજવવામાં અમારી મહત્વની ભૂમિકા છે. આપણા દેશો વચ્ચે આટલા ગાઢ સંબંધો અગાઉ ક્યારેય નહોતા.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી સોમવારે પાપુઆ ન્યુ ગિનીમાં ઈન્ડિયા-પેસિફિક આઈલેન્ડ કોઓપરેશનમાં જોડાયા હતા. હવે અહીંથી સિડની જવા રવાના થશે.સિડનીમાં પીએમ મોદી ઓસ્ટ્રેલિયાના પીએમ સાથે ભારતીયોને સંબોધિત કરશે.
વધુ વિગત પ્રમાણે આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સિડનીમાં હેરિસ પાર્કનું નામ ‘લિટલ ઈન્ડિયા’ નું નામ આપશે. હેરિસ પાર્ક સિડનીનો વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો રહે છે. જો કે સમગ્ર ઓસ્ટ્રેલિયામાં ભારતીય નાગરિકોની સંખ્યા ઘણી વધારે છે, પરંતુ હેરિસ પાર્કમાં તેમની સંખ્યા ઘણી વધારે છે.
ઉલ્લેખનીય છે કે પીએમ મોદી 4 દેશોની યાત્રા એક સાથે કરી રહ્યા છએ આ દરમિયાન તેઓ અનેક વિદેશના નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે અને મહત્વના મુદ્દાઓ પર વાત ચીત પણ કરી રહ્યા છે પીએમ મોદીએ એ અગાઉ જાપાનની મુલાકાતને સાર્થક ગણાવી હતી.ત્યારે પાપુઆ ન્યુગિનીની આ મુલાકાત ચીન સાથએના વ્યવહારો માટે મહત્વની માનવામાં ાવી રહી છે.આગામી યાત્રા પીએમ મોદીની ઓસ્ટ્રેલિયાની છે.