દિલ્હીઃ- દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ સમ્મેલન યોજાનાર છે ત્યારે હવે પીએમ મોદીને લઈને સમાચાર સામે આવ્યા છએ જે પ્રમાણે પીએમ મોદી આ સમ્મેલનમાં રુબરુ હાજરી આપશે નહી જાણકારી પ્રમાણે પીએમ આ સમ્મેલનમાં વર્ચ્યુએલ રીતે જોડાષે આ સહીત રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પણ વર્ચ્યુએલ રીતે જોડાવાના છે,
પ્રાપ્ત વિગત પ્રમાણે દક્ષિણ આફ્રીકામાં બ્રિક્સ સમ્મેલન 22 થી 24 ઓગસ્ટ દરમિયાન જોહાનિસબર્ગમાં યોજાવાની છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આ કોન્ફરન્સમાં વર્ચ્યુઅલ રીતે જોડાશે. ચીન અને રશિયા સમિટમાં બ્રિક્સના વિસ્તરણ અંગે ચર્ચા કરવા આતુર છે, જ્યારે ભારતને આ વિચાર સામે વાંધો ઉઠાવ્યો છે.
ભારતે ગયા મહિને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન સમિટનું પણ વર્ચ્યુઅલ ફોર્મેટમાં આયોજન કર્યું હતું, તેને નવી દિલ્હીમાં યોજવાની યોજના બદલી હતી. જો કે, આ ફેરફાર માટે કોઈ સત્તાવાર કારણ આપવામાં આવ્યું નથી.બ્રિક્સ દ્વારા વિશ્વ પર પ્રભુત્વ મેળવવાના ચીનના ઇરાદા પર, ભારતે કહ્યું હતું કે બ્રિક્સમાં જોડાવા માટે કેટલાક નિયમો બનાવવા જોઈએ. જેથી ઔપચારિક વિસ્તરણ પહેલા આવું કંઈ ન થાય.
જો મીડિયા રિપોર્ટ્સની માનીએ તો આ બબાત પાછળ ચીનનો ખાસ ઈરાદો બ્રિક્સને એ રીતે વિસ્તારવાનો છે કે તે અમેરિકા અને યુરોપિયન યુનિયન કરતાં વધુ મજબૂત દેખાય. ચીન ઇન્ડોનેશિયા અને સાઉદી અરેબિયાને પણ તેમાં સામેલ કરવા ઈચ્છે છે. વિશ્વભરમાં લગભગ એક ડઝન દેશો છે જેઓ આ સંસ્થાનો ભાગ બનવા માંગે છે. એચલે કે ચીને ચીને અન્ય દેશોને સંગઠનમાં સામેલ કરવાની ભલામણ કરી છે.
ઉલ્લેખનીય છે કે ચીનને સતત ભારતથી વિપરીત જવું હોય છે ચીન અને ભારતના સંબંધો ઘણા સમયથી બગડ્યા છે જેને જોતા ચીન અનેક રીતે ભારત વિરુદ્ધ હોય છએ ત્યારે આવી સ્થિતિમાં પીએમ મોદી બ્રિક્સ સમ્મેલનમાં રુબરુ હાજરી આપશે નહી.