બ્રિટનમાં યોજાનારા જી-7 શિખર સમ્મેલનમાં પીએમ મોદી નહી લે ભાગ – બોરિસ જોનસને આપ્યું હતું આમંત્રણ
- પીએમ મોદી જી 7 સમ્મેસનમાં ભાગ નહી લે
- કોરોનાના કારણે તેઓ નહી આપે હાજરી
- બ્રિટનના પીએએ આપ્યું હતું આમંત્રણ
દિલ્હીઃ- સમગ્ર દેશમાં હાલ કોરોના મહામારી વર્તાઈ રહી છે,દેશમાં કોરોનાના વધતા જતા વ્યાપને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનમાં યોજાનારી જી 7 સમિટમાં ભાગ લેશે નહી, આ સમગ્ર બાબતે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ માહિતી આપી છે.
પ્રવક્તાએ આ મામલે કહ્યું કે, અમે બ્રિટનના વડા પ્રધાન બોરીસ જોનસન દ્વારા પીએમ મોદીને જી 7 સમિટમાં ભાગ લેવા આપવામાં આવેલા આમંત્રણની પ્રશંસા કરીએ છીએ. પરંતુ દેશમાં જે રીતે કોરોના કેસ વધી રહ્યા છે, તેવી સ્થિતિમાં પીએમ મોદી આ બેઠકમાં ભાગ લઈ શકશે નહીં.
ઉલ્લેખનીય છે કે આ પહેલા 4 મેના રોજ બંને દેશોના નેતાઓ વચ્ચે વર્ચ્યુઅલ બેઠક મળી હતી જેમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ સમય દરમિયાન રોડમેપ 2030 ની પણ શરૂઆત કરવામાં આવી હતી, જે આગામી 10 વર્ષોમાં ભારત-યુકેના સહયોગ અને વેપારને મજબૂત બનાવવામાં મદદ કરશે.
બ્રિટિશ વડા પ્રધાનનું માનવું છે કે, ભારત વિશ્વનું સૌથી મોટું બજાર છે. બેઠકમાં, બંને નેતાઓ વચ્ચે નવી વ્યવસાયની તકો અને ભારત-યુકે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ શરૂ કરવા અંગે ચર્ચા થઈ હતી.
આ બેઠકમાં સંરક્ષણ સાધનોના સહ-ઉત્પાદન અને સહ-વિકાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી. બંને દેશોએ આ ક્ષેત્રમાં એકબીજાને મદદ કરવાનો વિશ્વાસ આપ્યો છે. બ્રિટનના વડા પ્રધાન કાર્યાલયના નિવેદન પ્રમાણે આ વેપાર અને રોકાણોથી યુકેમાં 6 હજાર 500 થી વધુ રોજગારી મળશે. આ પેકેજમાં બ્રિટનમાં 35.3 પાઇન્ડનુંનવું ભારતીય રોકાણ શામેલ છે.જેના થકી આરોગ્ય અને તકનીકી જેવા મુખ્ય ક્ષેત્રોમાં 6 હજારથી વધુ રોજગારી મળે તેવી અપેક્ષાઓ સેવાઈ રહી છે.