Site icon Revoi.in

પીએમ મોદી 23 ઓક્ટોબરે અયોધ્યામાં યોજાનારા દિપોત્સવ કાર્યક્રમમાં સામેલ થશે

Social Share

લખનૌઃ- દિવાળીનો પર્વ હવે નજીક આવી રહ્યો છે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે અયોધ્યાની દિવાળઈ દર વર્ષે ખાસ હોય છે એજ રીતે આ વર્ષે પણ અહી દિપોત્સવનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, સમગ્ર અયોધ્યાને દિવાઓથી સજાવીને રોશનીની ઝળહળતું કરવામાં આવશે, ત્યારે 23 ઓક્ટોબરના રોજ અયોધ્યામાં દીપોત્સવ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે.

અયોધ્યામાં છઠ્ઠો દીપોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. આ વખતે પણ રેકોર્ડ લેમ્પ પ્રગટાવીને નવો રેકોર્ડ બનાવાશે. આ વખતે 17 લાખ દીવા પ્રગટાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. જેમાં 21મીથી દીપ પ્રાગટ્યનો કાર્યક્રમ શરૂ થશે. આ પછી 22મીએ દીવામાં તેલ રેડવામાં આવશે.આ રીતે આ કાર્યક્રમ ભવ્ય બનાવામાં આવશે.

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં પીએમ મોદી ભગવાન રામના રાજ્યાભિષેકમાં પણ ઉપસ્થિતિ રહેશે. પીએમ મોદીના આગમન પહેલા દિવાળીના તહેવારની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.આ સાથે જ પીએમ  મોદીની સુરક્ષાને લઈને પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે.

પીએમ મોદી 23 ઓક્ટોબરે અયોધ્યા જશે. આ પછી સાંજે પાંચ વાગ્યે તેઓ રામલલા વિરાજમાનના દર્શન કરશે. સાથે જ રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું પણ નિરીક્ષણ કરશે.આ વર્ષે 23 ઓક્ટોબરે અયોધ્યામાં દીપોત્સવ મનાવવામાં આવી રહ્શેયો છે. ત્યારે  આ અંગે તડામાર તૈયારીઓ શરુ જ છે. સાથે જ પીએમ મોદી પણ આ વખતના દીપોત્સવ કાર્યક્રમમાં સામેલ થશે.  પીએમ મોદી અહીં રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું પણ નિરીક્ષણ કરશે.

પીએમ મોદી  સાંજે 6.30 વાગ્યે સરયૂ ઘાટ પર આરતી અને દીપોત્સવ કાર્યક્રમમાં ભાગ લેશે. જે બાદ તે રાત્રે ગ્રીન અને ડિજિટલ ફટાકડાનો શો  પણ નિહાળશે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં સીએમ યોગી આદિત્યનાથ પણ અયોધ્યા ગયા હતા. ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં દીપોત્સવની તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.અને તૈયારીઓની સમિક્ષા કરવામાં આવી હતી.