- પીએમ મોદી જાપાનની મુલાકાતે
- આજેનાહિરોશિમામાં યોજાનાર ક્વાડ સમિટમાં લેશે ભાગ
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ હિરોશિમામાં જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ વેપાર, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિ સહિત વિવિધ ક્ષેત્રોમાં ભારત-જાપાનની મિત્રતા વધારવાના માર્ગો પર ચર્ચા કરી. ત્યારે આજરોજ હવે પીએમ મોદી જાપાનના હિરોશિમામાં યોજાનાર ક્નેવાડની બેઠકનો પણ ભાગ બનશે.
આજરોજ શનિવારે જાપાનના હિરોશિમામાં ભારત, અમેરિકા સહિત ચાર દેશોના સમૂહની ક્વાડ સમિટ યોજાશે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન સાથે જૂથના નેતાઓ હિરોશિમામાં સમિટ યોજવા માટે સંમત થયા છે.આ મામલે વ્હાઇટ હાઉસે શુક્રવારે આ અંગે માહિતી આપી હતી.
મળતી વિગત પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. PM મોદી શનિવારે ક્વાડ સમિટ પહેલા ઝેલેન્સકી સાથે બેઠક કરશે.તેમની મુલાકાતના કાર્યસૂચિમાં G7, QUAD અને FIPIC જેવા મહત્વપૂર્ણ બહુરાષ્ટ્રીય જૂથોની બેઠકોમાં હાજરી આપવાનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ક્વાડ સમિટ સિડનીમાં યોજાવાની હતી પરંતુ યુએસ પ્રમુખ જો બાઈડેને વોશિંગ્ટનમાં નિર્ણાયક દેવા-મર્યાદા વાટાઘાટો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ત્યાંની તેમની યાત્રા મુલતવી રાખ્યા પછી હવે હિરોશિમામાં યોજાશે.
વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, યુએસ, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાનના ક્વાડ લીનેતાઓ વચ્ચે કેવી રીત નિર્ણાયક અને ઉભરતી ટેક્નોલોજી, ઉચ્ચ ગુણવત્તાની ઈન્ફ્રાસ્ટ્રક્ચર, વૈશ્વિક સ્વાસ્થ્ય, આબોહવા પરિવર્તન, દરિયાઈ જાગૃતિ અને ઈન્ડો-પેસિફિકના લોકોમાં સુધારો કરી શકે. માટે મહત્વના અન્ય મુદ્દાઓ પર અમારા સહયોગને વધુ ગાઢ બનાવીએ તે બાબતે ચર્ચાઓ કરાશે.