પીએમ મોદી આજે રાજસ્થાનના પ્રવાસે, રાજ્યને અનેક યોજનાઓની આપશે ભેંટ
- પીએમ મોદી આજે રાજસ્થાનની લેશએ મુલાકાત
- જાહેરસભાને સંબોધિત પણ કરશે
જયપુરઃ- પીએમ મોદી દેશના અનેક રાજ્યોની અવાર નવાર મુલાકાત કરી રહ્યા છએ આ શ્રેણીમાં આજરોજ બુધવારે પીએમ મોદી રાજસ્થાનની મુલાકાત લેવાના છે આ દરમિયાન તેઓ રાજસ્થાનમાં રૂ. 5,500 કરોડથી વધુના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટનો શિલાન્યાસ પણ કરશે.
લ્લેખનીય છે કે વર્ષના અંતમાં અહી ચૂંટણી યોજાવા જઈ રહી છએ જેને લઈને કર્ણાટક બાદ બીજેપીનું પુરેપુરુ ધ્યાન રાજસ્થાન પર ટકેલું છે.ચૂંટણીને લઈને બીજેપી દ્રારા અહીની મુલાકાતનો જદોર શરુ થઈ ચૂક્યો છે આ વર્ષમાં પીએમ મોદીની આ ત્રીજી રાજસ્થાનની મુલાકત છે.
પીએમ મોદીના આ દિવસના શેડ્યુલની જો વાત કરીએ તો રાજસ્થાનના નાથદ્વારા જશે અને સવારે 11 વાગ્યે અહીંના શ્રીનાથજી મંદિરમાં દર્શન અને પૂજા કરશે. વડા પ્રધાન નાથદ્વારા ખાતે ક્વાર્ટરથી બાર વાગ્યે શિલાન્યાસ કરશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કરશે.
પીએઓ તરફથી આપેલી જાણકારી પ્રમાણએ PM સવારે લગભગ 11 વાગ્યે નાથદ્વારા સ્થિત શ્રીનાથજી મંદિર જશે. આ પછી, પ્રોજેક્ટ્સની ભેટ આપવામાં આવશે.આ પ્રોજેક્ટ્સનું ધ્યાન પ્રદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી મજબૂત કરવા પર રહેશે. માર્ગ અને રેલ્વે ક્ષેત્રના પ્રોજેક્ટ્સ માલ અને સેવાઓની અવરજવરને પણ સરળ બનાવશે.
વધુમાં અહી પીએમ મોદી રાજસમંદ અને ઉદયપુરમાં દ્વિ-માર્ગીય માર્ગ નિર્માણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરશે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રીનાથજીના દર્શન કરશે. આ પછી, તેઓ એક જાહેર સભાને સંબોધશે અને ઘણા કાર્યક્રમોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.