- ગુજરાતનું ગામ છે સૌર્ય ઊર્જાથી સંચાલીત
- પીએમ મોદી આજે દેશનું પ્રથમ ગામ જાહેર કરશે
અમદાવાદઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે અહી તેઓ અનેક યોજનાઓનું લોકાર્પણ કરનાર છેત્યારે બીજી તરફ સ્વચ્છ ઉર્જાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે જે હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાતના મહેસાણા જિલ્લામાં ભારતના પ્રથમ સૌર ઉર્જાથી ચાલતા ગામ મોઢેરાનું ઉદ્ઘાટન કર્યુ સૌર ઉર્જાથી ચાલતું ગામ જાહેર કરશે.
રાજ્યની સરકારે આ બબાતે કહ્યું કે ભારતમાં પુનઃપ્રાપ્ય ઉર્જાનો ઉપયોગ વધારવાના વડાપ્રધાનના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં વિવિધ કલ્યાણકારી પ્રોજેક્ટોના ટકાઉ અમલીકરણની ખાતરી આપી છે.મોઢેરાનું સૂર્ય મંદિર એક સંરક્ષિત પુરાતત્વીય સ્થળ છે. આ મંદિરને 9 ઓક્ટોબરે 3-ડી પ્રોજેક્શનની સુવિધા મળશે.
મોઢેરાના વિશ્વ વિખ્યાત સૂર્ય મંદિરનું પરિસર 3D પ્રોજેક્શન મેપિંગ તથા હેરિટેજ લાઇટિંગ્સથી ઝળહળી ઉઠશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તા.9 ઓક્ટોબરના રોજ કરશે આ સૌર ઊર્જા સંચાલિત લાઇટ એન્ડ સાઉન્ડ શૉનું ઉદઘાટન અને સાથે જ ઉજાગર થશે મોઢેરાનો ગૌરવવંતો ઇતિહાસ.#SuryaGramModhera pic.twitter.com/zsop1XqOiT
— CMO Gujarat (@CMOGuj) October 8, 2022
આ સાથે જ ગુજરાત સરકારે કહ્યું છે કે પીએમ મોદી સૌર ઉર્જા દ્વારા સંચાલિત 3-ડી પ્રોજેક્શનને સમર્પિત કરશે. જેના દ્વારા બહારગામથી આવનારાઓને મોઢેરાના ઈતિહાસ વિશે જણાવવામાં આવશે.મંદિરની આ રોશની સામાન્ય લોકોને જોવા મળશે જે માટે સાંજે 6 થી 10 વાગ્યા સુધી મંદિરની મુલાકાત લઈ શકે છે.