Site icon Revoi.in

‘વર્લ્ડ બૂક ઓફ રેકોર્ડ’ માં સ્થાન પામેલી કેમ્પેગૌડાની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું PM મોદી આવતીકાલે કરશે અનાવરણ-

Social Share

દિલ્હીઃ- દેશભરમાં અનેક ઊંચી પ્રતિમાઓ આવેલી છે કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી હોય કે રાજસ્થાનની શંકરની પ્રતિમાં હોય ત્યારે હવે આકે આવી જ પ્રતિમાં આપણાને બેંગ્લુરુમાં પણ જોવામ મળશે જે બેંગલુરુના સ્થાપક ગણાતા કેમ્પેગૌડાની છે.

આવતી કાલે  11 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બેંગલુરુના સ્થાપક નાદપ્રભુ કેમ્પેગૌડાની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે. આ પ્રતિમા શહેરના સ્થાપકની પ્રથમ અને સૌથી ઊંચી બ્રોન્ઝ પ્રતિમા છે. ‘સ્ટેચ્યુ ઓફ પ્રોસ્પરિટી’ નામની આ પ્રતિમા બેંગલુરુના વિકાસમાં કેમ્પેગૌડાના યોગદાનની યાદમાં બનાવવામાં આવી છે.

જો કે મબત્રેવની વાત એ છે કે  આ પ્રતિમાને વર્લ્ડ બુક ઑફ રેકોર્ડ્સ માં સ્થાન મળ્યું છે,એ પ્રથમ અને સૌથી ઊંચી કાંસ્ય પ્રતિમા હવે આ શહેરમાં જોવા મળે છે. બેંગલુરુના સ્થાપક કેમ્પેગૈડાને યોગ્ય શ્રદ્ધાંજલિ આપવા માટે તેમની પ્રતિમા બનાવવામાં આવી છે જે  108 ફૂટ ઊંચી પ્રતિમા વૈશ્વિક શહેર બનાવવાના તેમના વિચારનું પ્રતીક છે.