Site icon Revoi.in

પીએમ મોદી સ્વામી ચિદભવાનંદની ભગવદ ગીતાનાં કિંડલ વર્ઝનનું લોકાર્પણ કરશે

Social Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વામી ચિદભવાનંદજીની ભગવદ ગીતાનાં કિંડલ વર્ઝનને લોન્ચ કરશે. આ પ્રસંગે પીએમ મોદી લોકોને સંબોધિત પણ કરશે. આ કાર્યક્રમ ગુરુવારે એટલે કે 11 માર્ચ સવારે 10.25 વાગ્યે શરૂ થશે. કાર્યક્રમ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થવાનો છે. સ્વામી ચિદભવાનંદજીની ભગવદ ગીતાની અત્યાર સુધીની 5 લાખ નકલો વેચાય ગઈ છે. આ પ્રસંગની ઉજવણી માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

સ્વામી ચિદભવાનંદજી શ્રી રામકૃષ્ણ તપોવનમ આશ્રમના સ્થાપક છે. આ આશ્રમ તમિલનાડુના થિરુપ્પરાઇથુરાઈ, તિરુચિરાપલ્લીમાં છે. સ્વામી ચિદભવાનંદે લગભગ 186 પુસ્તકો લખ્યા છે. તેમાં તમામ શૈલીની સાહિત્યિક કૃતિઓ સામેલ છે. ગીતા પર થયેલું કામ પણ તેમાંથી એક છે. તેમની ગીતાનું તમિલ વર્ઝન 1951 માં છપાયું હતું. પછી તે અંગ્રેજીમાં પણ 1965માં છપાયું હતું. ત્યારબાદ ગીતાનું તેલુગુ, ઉડિયા, જર્મન, જાપાનીઝમાં પણ ભાષાંતર થયું.

આ પહેલા મંગળવારે પીએમ મોદીએ શ્રીમદ ભગવદ ગીતાના શ્લોકો પર 21 વિદ્વાનો અવલોકનો ધરાવતા હસ્તપ્રતનાં 11 ભાગો પ્રકાશિત કર્યા હતા. આ સમય દરમિયાન તેમણે કહ્યું હતું કે, તેઓ આ વિદ્વાન કાર્ય માટે તમામ વિદ્વાનો તેની સાથે સંકળાયેલ દરેક વ્યક્તિ અને તેમણે કરેલા દરેક પ્રયત્નોને આદરપૂર્વક સલામ કરે છે.

-દેવાંશી