- આજથી ઈન્દોર ખાતે શરુ થશે 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટ
- પીએમ મોદી આ સમિટને વર્ચ્યુઅલ રીતે સંબોધશે
ઈન્દોરઃ- મધ્યપ્રદેશના ઈન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસનું સમેમ્લેન યોજાઈ રહ્યું છે તો સાથએ જ આજથી 6ઠ્ઠી ગ્લોબલ ઈન્વેસ્ટ્રસ સમિટ પણ શરુ થવા જઈ રહી છે.જે આજે એટલે કે 11 અને 12 જાન્યુઆરીએ વૈશ્વિક રોકાણકારો સમિટનું આયોજન કરવામાં આવ્યું છે.
આજથી યોજાનારી આ સમિટમાં 90થી વધુ મોટા ઉદ્યોગપતિઓ ભાગ લેશે. આ સિવાય સમિટમાં 300 થી વધુ પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. આ બે દિવસીય સમિટમાં મધ્યપ્રદેશમાં કરોડોનું રોકાણ આવે તેવી શક્યતા છે.
પ્રથમ દિવસે બપોરે 2 વાગ્યાથી વિવિધ ક્ષેત્રો પર પાંચ સમાંતર સત્રો થશે. સત્રો કૃષિ, ફૂડ એન્ડ ડેરી પ્રોસેસિંગ, ફાર્માસ્યુટિકલ અને હેલ્થ કેર, નેચરલ ગેસ અને પેટ્રો કેમિકલ્સ સેક્ટર, રિન્યુએબલ એનર્જીમાં તકો પર હશે. તે જ દિવસે બપોરે 3 વાગ્યાથી કાપડ અને ગાર્મેન્ટ્સ પર વિશેષ સત્ર પણ યોજાવાનું છે.
વૈશ્વિક રોકાણકારો સમિટમાં વિવિધ વિષયો પર 19 સમાંતર સત્રો હશે. ઈન્દોરના બ્રિલિયન્ટ કન્વેન્શન સેન્ટરમાં આ સત્રોમાં ભારત અને વિદેશના રોકાણકારો ભાગ લેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે સમિટનું ઉદ્ઘાટન કરશે અને તેને સંબોધિત કરશે.
જાણકારી પ્રમાણે આ ઉદ્ધાટન સત્રમાં સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી અને ગયાના પ્રમુખ ડો.મોહમ્મદ ઈરફાન અલી પણ સંબોધન કરશે. આ સહીત વિદેશ મંત્રી એસ જયશંકર અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલ દ્વારા વર્ચ્યુઅલ સંબોધન કરવામાં આવશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ પણ સમિટને સંબોધિત કરશે.