પીએમ મોદી ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેવા મે મહિનામાં 4 દિવસ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે
- પીએમ મોદી 4 દિવસ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે
- ક્વાડ દેશોની બેઠકમાં લેશે ભાગ
દિલ્હીઃ- દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓસ્ટ્રેલિયાના સિડનીમાં ક્વાડ દેશની યોજાનારી બેઠકનો ભાગ બનવા માટે આવતા મહિનામાં 4 દિવસ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જવા રવાના થશે.
પીએમ મોદી ઓસ્ટ્રેલિયાની રાજધાની સિડનીમાં 23 મેના રોજ ભારતીય ડાયસ્પોરાના એક મોટા સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરશે. આ સહીત પીએમ મોદી સમિટમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ અને પરસ્પર હિતના સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાનપ્રદાન કરશે.
આ ક્વાડ દેશઓની યોજાનારી સમિટમાં દરિયાઈ ક્ષેત્ર, અવકાશ, જળવાયુ પરિવર્તન, આરોગ્ય અને સાયબર સુરક્ષામાં સતત સહકાર અંગે ચર્ચા વિચારણઆઓ પરસ્પર કરવામાં આવશે. ક્વાડની સમિટમાં ભારત સહિત અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના દેશોના નેતાઓ ભાગ લઈ રહ્યા છે.પીએમ મોદીનું આ સમિટિમાં હોવું ખૂબ મગત્વપૂર્ણ મનાઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ 8 થી 11 માર્ચ ભારતના પ્રવાસે હતા. તેમણે કહ્યું હતું કે આ પ્રવાસ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવામાં મદદ કરશે.આ સહીત પીએમ મોદીએ બન્ને દેશોના સંબંધોને લઈને કહ્યું કે તઓસ્ટ્રેલિયાના વડા પ્રધાનની આ મુલાકાતે પરસ્પર સહયોગના ઘણા પાસાઓ પર વિગતવાર ચર્ચા કરી.છેલ્લા કેટલાક વર્ષોમાં સંરક્ષણ ક્ષેત્રે કરાર કરવામાં આવ્યા છે, જેમાં બંને દેશોની સેનાઓ માટે લોજિસ્ટિક સપોર્ટનો પણ સમાવેશ થાય છે.
ક્વાડ દેશઓ માટેનું આમંત્રણ ઓસ્ટ્રેલિયાના પીએમ જ્યારે ભારત આવ્યા હતા ત્યારે જ આપ્યું હતું આ બાબતને લઈને પીએમ મોદીએ કહ્યું કે ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ક્વોડના સભ્ય છે. મને ક્વોડ લીડર્સ સમિટ માટે ઑસ્ટ્રેલિયામાં આમંત્રણ આપવામાં આવ્યું છે, જેના માટે હું ઑસ્ટ્રેલિયન વડા પ્રધાન એન્થોની અલ્બેનિસનો આભાર માનું છું.